Maharashtra

આલિયાની બે ફિલ્મ રિલીઝ થશે

મુંબઈ
બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટે પોતાની સોથી વધુ ચર્ચા ગંગુબાઈ કાઠિયાવાડી અને આરઆરઆર ફિલ્મની છે. આલિયા ભટ્ટે પોતાના અભિનય ક્ષમતા દેખાડી દીધી છે. તેની મોટી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં રણબીર કપૂર સાથેની બ્રહ્માસ્ત્રની પણ ચાહકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. . સંજય લીલા ભણશાલીએ બનાવેલી ગંગુબાઇ કાઠીયાવાડી છઠ્ઠી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. તેના બીજા દિવસે સાતમી જાન્યુઆરીએ એસ. રાજામોૈલીની આરઆરઆર રિલીઝ થશે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. તો આલિયા અને અજય દેવગન પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આલિયાની ગંગુબાઇ કાઠીયાવાડી રિલીઝ થશે એના બીજા જ દિવસે તેની બીજી ફિલ્મ પણ રિલીઝ થઇ જશેમહત્ત્વની વાત એ છે કે આ બંને ફિલ્મ સાથે બોલીવૂડ નિર્માતા જયંતીલાલ ગડા જાેડાયેલા છે. આલિયા રણબીર સાથેના રિલેશનને કારણે પણ ચર્ચામાં છે. તેણે તાજેતરમાં રણબીર સાથેની તસ્વીર પોસ્ટ કરીને માય લાઇફ લખ્યું હતું.

Aliya-bhatt-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *