Maharashtra

રિયા ચક્રવર્તીનું બેંક એકાઉન્ટ ડી-ફ્રીઝ કરવાનો કોર્ટે નિર્ણય લીધો

મુંબઈ
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ કેસનું રહસ્ય ઉકેલાયું નથી. જાેકે સુશાંત કેસની તપાસ વચ્ચે ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ અભિનેત્રી રિયા ચક્રવર્તીને એક વર્ષ બાદ થોડી રાહત મળી છે. દ્ગડ્ઢઁજી કોર્ટે રિયા ચક્રવર્તીનું બેંક એકાઉન્ટ ડી–ફ્રીઝ કરવાનો ર્નિણય લીધો છે. કોર્ટે રિયા ચક્રવર્તીની તેના બેંક ખાતાઓ ડી–ફ્રીઝ કરવા અને તેના લેપટોપ અને મોબાઈલ ફેન પરત કરવાની અરજીને મંજૂરી આપી છે. કોર્ટે આમ કર્યું છે કારણ કે આમાં ગ્દઝ્‌રમ્‌ દ્વારા કોઈ વાંધો દાખલ કરવામાં આવ્યો ન હતો. કોર્ટ દ્વારા રિયાને આદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે રિયાએ તેની બેંક વિગતો શેર કરવી પડશે. રિયાએ તેની અરજીમાં કહ્યું હતું કે તે અને તેનો ભાઈ શૌવિક તેમનો ખર્ચ એ જ બેંક ખાતામાંથી ચલાવે છે જે ગયા વર્ષે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. અગાઉ, જ્યારે રિયાએ અરજી દાખલ કરી હતી, ત્યારે વિશેષ સરકારી વકીલ અતુલ સરપાંડેએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે રિયાના ખાતામાં જમા થયેલી રકમ ડ્રગ્સ સાથે સંબંધિત હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સૌવિક સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. જાેકે બાદમાં રિયા અને શૌવિકને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ સુશાંત કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે.

Riya-Chakraborty.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *