Maharashtra

શમિતા શેટ્ટી રાખી સાવંત પર ગુસ્સે થી માર્યો ધક્કો

મુંબઈ
ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક દરમિયાન સ્પર્ધકો એકબીજા સાથે અથડાતા જાેવા મળે છે. બુધવારના એપિસોડમાં શમિતા શેટ્ટી અને રાખી સાવંત વચ્ચે ઝઘડો થયો હતો અને આ વખતે શમિતાનો પારો ઘણો ઊંચો જાેવા મળ્યો છે. લડાઈમાં રાખી અને શમિતા એકબીજાને આંધળી કહે છે. લડાઈ દરમિયાન, શમિતા બૂમો પાડે છે આ પછી શમિતા રાખીને ધક્કો મારે છે. આ દરમિયાન નિશાંત શમિતાને પાછળ ખેંચે છે અને પરિવારના બાકીના સભ્યો વચ્ચે આવી જાય છે જેથી ઝઘડો ન વધે. તે જ સમયે, રાખીએ આ અંગે બિગ બોસને ફરિયાદ કરી અને ન્યાયની માંગણી કરી. સંચાસન રાખી સાવંત દેવોલિના અને તેજસ્વી સાથે ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં રમી રહી છે. તે દરેક ટાસ્કમાં તેજસ્વીને જીતાડતી રહી છે. જેના કારણે તમામ સ્પર્ધકો તેની વિરુદ્ધ થઈ ગયા છે. ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં તેજસ્વી અને કરણ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. તે તેજસ્વીને કહે છે કે તારી જીતવામાં મને કોઈ વાંધો નથી પણ તારું આ રીતે છેતરપિંડી કરીને જીતવું યોગ્ય નથી. તેજસ્વી કરણને કહે છે કે તે તેના માટે રમી રહી છે જેઓ તેને સપોર્ટ કરી રહ્યા છે. તેજસ્વીની વાત સાંભળીને કરણ ગુસ્સે થઈ જાય છે. આ દરમિયાન તેજસ્વી વાત કરતાં રડવા લાગે છે. તેના પર કરણ કહે છે કે તે આ બધું કેમેરા માટે બોલી રહ્યી છે શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં બિગ બોસ તમામ સ્પર્ધકોને ઠપકો આપતા જાેવા મળશે. તે કહે છે કે એવું ક્યારેય બન્યું નથી કે રમત બિગ બોસની વિરુદ્ધ ગઈ હોય. જે બાદ તમામ સ્પર્ધકો ચોંકી જાય છે.બિગ બોસ ૧૫માં આ સમયે ઘણા નવા સંબંધો બની રહ્યા છે, જ્યારે જૂના સંબંધો પણ બગડતા જાેવા મળી રહ્યા છે. ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક હાલમાં ઘરમાં ચાલી રહ્યો છે, જેનું સંચાલન રાખી સાવંત કરી રહી છે. ફાઈનલ ટાસ્કની ટિકિટને કારણે ઘરમાં બે ટીમો બનાવવામાં આવી છે. જેમાં રશ્મિ દેસાઈ, શમિતા શેટ્ટી અને ઉમર રિયાઝ કરણ કુન્દ્રાને સપોર્ટ કરતા જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *