Maharashtra

રણછોડ ફિલ્મ મારી કારકિર્દી બદલી નાંખશે ઃ અધ્યયન

મુંબઈ
બોલીવૂડમાં તેર વર્ષની કારકિર્દી દરમિયાન અધ્યયન સુમનને જાેઇએ એટલી સફળતા મળી નથી. તેણે નવ જેટલી ફિલ્મો કરી છે. જાે કે વેબ સિરીઝ આશ્રમમાં તેણે નિભાવેલા ટીન્કા સિંહના રોલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તે રણછોડ નામની ફિલ્મમાં ખાસ ભુમિકા નિભાવી રહ્યો છે. અધ્યયન સુમનનું કહેવું છે કે દરેક એકટર પાસે એક એવી ફિલ્મ આવે છે જે તેની કારકિર્દી બદલી નાંખતી હોય છે. રણછોડ મારી કારકિર્દી બદલી નાંખશે તેવો મને વિશ્વાસ છે. આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દીકી અને શરનવાઝ જીજીના પણ મુખ્ય ભુમિકામાં છે. બલરાજ ઇરાની અને અભિષેક બુકેલીયા નિર્મીત આ ફિલ્મનું નિર્દેશન રાહુલ એસ. કરજાની કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર પણ રીલીઝ થઇ ગયું છે. નસિરૂદ્દીન શાહે કહ્યું હતું કે ફિલ્મ રણછોડની સ્ટોરી અદ્દભુછે અને મેં જ્યારે એની સ્ક્રિપ્ટનો પહેલો સીન સાંભળ્યો ત્યારથી જ મને એમાં રસ જાગ્યો હતો. ફિલ્મમાં પરિવાર સાથે સંકળાયેલા સાહસ અને ડ્રામા દેખાડવામાં આવશે, જે તમને તમારી સીટ પર જકડી રાખશે.

ADHYAYAN-SUMAN.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *