Maharashtra

રવિ દુબેએ ટીવી એક્ટર તરીકે શરૂઆત કરતા આજે નિર્માતા બન્યા

મુંબઈ
હાલમાં જ રવિની સિરીઝ મત્સ્યકાંડ રિલીઝ થઈ હતી જેમાં રવિ સાથે રવિ કિશન છે અને બંનેના કામના વખાણ થઈ રહ્યા છે. એક્ટર હોવાની સાથે રવિ પ્રોડ્યુસર પણ બની ગયો છે. રવિ અને તેની પત્ની સરગુને મળીને શો ઉડરિયાનું પ્રોડ્યુસ કર્યું છે. બંનેએ નિર્માતા તરીકે સારું કામ કર્યું છે.રવિ દુબેએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. મૉડલિંગ બાદ રવિએ વર્ષ ૨૦૦૬માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે ૨૦૦૬માં દૂરદર્શનના શો સ્ત્રી…તેરી કહાની સાથે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં તે લીડ રોલમાં હતો અને તેને દિલીપ કુમાર અને સાયરા બાનુએ પ્રોડ્યુસ કર્યો હતો. આ પછી તેણે અને રણબીર રાનો શોમાં કામ કર્યું. રવિને ફરી લોકપ્રિયતા શો ૧૨/૨૪ કરોલ બાગ શો મળ્યો. આ શોમાં રવિ સાથે સરગુન મહેતા લીડ રોલમાં હતી. રવિ અને સરગુન વચ્ચેના પ્રેમની શરૂઆત આ શો દ્વારા થઈ હતી. આ શો બંને માટે ખૂબ જ ખાસ હતો. શોના અંત સુધીમાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ રવિએ સાસ બિના સસુરાલ, મેરી મા જેવા શોમાં કામ કર્યું, ત્યારબાદ નચ બલિયે, નચ બલિયે શ્રીમાન ફજ શ્રીમતી, ઈન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર અને નચ બલિયે જેવા રિયાલિટી શોમાં કામ કર્યું. આ પછી રવિએ જમાઈ રાજાના શો પર ધમાલ મચાવી હતી. આ શો સાથે રવિ ટીવીનો સ્ટાર બન્યો હતો. આ શોમાં રવિની સાથે નિયા શર્મા લીડ રોલમાં હતી. આ શો ઘણા વર્ષો સુધી ચાલ્યો. આટલું જ નહીં રવિના શોની બીજી સીઝન પણ આ વર્ષે આવી હતી પરંતુ તેને ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી અને આ વખતે શો ઘણો બોલ્ડ હતો. આમાં રવિ અને નિયા વચ્ચે ઘણા હોટ અને બોલ્ડ સીન્સ જાેવા મળ્યા હતા.

Ravi-Dube.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *