મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,77,993 સોદાઓમાં કુલ રૂ.15,605.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 106 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 567 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 69 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 98,549 સોદાઓમાં કુલ રૂ.5,026.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,529ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,596 અને નીચામાં રૂ.47,350 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.69 ઘટી રૂ.47,430ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.38,087 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.4,711ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,430ના ભાવે ખૂલી, રૂ.67 ઘટી રૂ.47,313ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,781 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,925 અને નીચામાં રૂ.64,983 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.391 ઘટી રૂ.65,216 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.330 ઘટી રૂ.65,362 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.324 ઘટી રૂ.65,361 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 26,464 સોદાઓમાં રૂ.5,347.07 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.05 ઘટી રૂ.241.50 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.7.65 ઘટી રૂ.294ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.18.85 ઘટી રૂ.774.30 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.43.6 ઘટી રૂ.1,576.40 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.65 ઘટી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 28,824 સોદાઓમાં કુલ રૂ.2,776.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,271 અને નીચામાં રૂ.6,203 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.5 ઘટી રૂ.6,214 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.50 ઘટી રૂ.381.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,879 સોદાઓમાં રૂ.550.63 કરોડનાં કામકાજ થયા હતા. રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,402 અને નીચામાં રૂ.17,260 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.126 ઘટી રૂ.17,332ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,142ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1147 અને નીચામાં રૂ.1119.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13.40 ઘટી રૂ.1122.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4 વધી રૂ.927.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.50 વધી રૂ.31,290 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,272 સોદાઓમાં રૂ.1,649.90 કરોડનાં 3,474.966 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 85,277 સોદાઓમાં કુલ રૂ.3,376.15 કરોડનાં 514.811 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.625.52 કરોડનાં 25,355 ટન, જસતના વાયદાઓમાં રૂ.406.26 કરોડનાં 13,615 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,182.30 કરોડનાં 27,857.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,928.82 કરોડનાં 12,057 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.204.17 કરોડનાં 10,730 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,861 સોદાઓમાં રૂ.1,035.63 કરોડનાં 16,62,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,963 સોદાઓમાં રૂ.1,740.67 કરોડનાં 4,48,72,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 835 સોદાઓમાં રૂ.86.19 કરોડનાં 27900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 353 સોદાઓમાં રૂ.13.29 કરોડનાં 142.56 ટન, રબરના વાયદાઓમાં 27 સોદાઓમાં રૂ.0.48 કરોડનાં 27 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,664 સોદાઓમાં રૂ.450.67 કરોડનાં 39,920 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,370.461 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 583.267 ટન, એલ્યુમિનિયમમાં 15,440 ટન, જસત વાયદામાં 7,570 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,807.500 ટન, નિકલ વાયદામાં 3,172.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,780 ટન, ક્રૂડ તેલમાં 6,56,700 બેરલ અને નેચરલ ગેસમાં 1,01,72,500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 140600 ગાંસડી, મેન્થા તેલમાં 470.52 ટન, રબરમાં 41 ટન, સીપીઓમાં 85,000 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,528 સોદાઓમાં રૂ.221.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,011 સોદાઓમાં રૂ.77.04 કરોડનાં 1,075 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,341 સોદાઓમાં રૂ.129.66 કરોડનાં 1,448 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,739 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 816 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,354ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,376 અને નીચામાં 14,270ના સ્તરને સ્પર્શી, 106 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 40 પોઈન્ટ ઘટી 14,297ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 18,106ના સ્તરે ખૂલી, 567 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 426 પોઈન્ટ ઘટી 17,680ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,486ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,488 અને નીચામાં 6,419 બોલાઈ, પ્રથમ સત્ર સુધીમાં 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 21 પોઈન્ટ ઘટી 6,425ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,749 સોદાઓમાં રૂ.1,684.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.196.90 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.111.84 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,374.28 કરોડનાં કામકાજ થયાં હતાં.
