Maharashtra

ઋષભ પંતે સેન્ચુરિયનમાં ધોનીનો તોડ્યો રેકોર્ડ

મુંબઈ
પંતે ભારત માટે અત્યાર સુધી માત્ર ૨૬ ટેસ્ટ મેચ જ રમી છે અને ૧૦૦ શિકાર પૂર્ણ કર્યા છે જ્યારે ધોનીએ ૩૬ ટેસ્ટ મેચમાં ૧૦૦ શિકાર પૂરા કર્યા હતા. પંતે ૧૦૦ શિકાર પુરા કરવામાં ધોની કરતા ૧૦ મેચ ઓછી લીધી છે. આ સાથે ધોનીનો વધુ એક રેકોર્ડ પણ પંતે પોતાના નામે કર્યો છે. આ સિવાય પંત બેટિંગના મામલે પણ ધોની કરતા ઘણો આગળ નીકળી ગયો છે.પંત વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્‌સમેન બની ગયો છે. ઘરઆંગણે તેનું પ્રદર્શન સારું છે. પરંતુ પંતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ શાનદાર પ્રદર્શન કરીને પોતાની જાતને ટીમમાં સ્થાપિત કરી છે.સાઉથ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય બોલરોએ ત્રીજા દિવસે જબરદસ્ત બોલિંગ કરીને સાઉથ આફ્રિકાને એક પછી એક આંચકા આપ્યા હતા. ભારતીય ઝડપી બોલરોને વિકેટકીપર ઋષભ પંતનો સારો સાથ મળ્યો, જેણે વિકેટની પાછળ કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી અને વિકેટ પાછળ શિકારની સદી પૂરી કરીને રેકોર્ડ પણ બનાવ્યો હતો. રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ શિકાર પૂરા કરી લીધા છે અને તે સૌથી ઓછી મેચોમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતે મોહમ્મદ શમીની બોલ પર ટેમ્બા બાવુમાનો કેચ લઈને ૧૦૦ શિકાર પૂરા કર્યા હતા. આ સાથે તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો ભારતીય રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.ઋષભ પંતે ૨૦૧૮માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તે ધીરે ધીરે ભારતીય ટીમનો નંબર વન વિકેટકીપર બની ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર ધોનીએ ૩૬ ટેસ્ટ મેચમાં ૧૦૦ શિકાર પુરા કર્યા હતા જ્યારે પંતે માત્ર ૨૬ ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. પંતે ૨૦૧૮માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં ૯૨ કેચ અને ૮ સ્ટમ્પિંગ કર્યા છે. સૌથી ઓછી મેચોમાં વિકેટ પાછળ ૧૦૦ શિકારનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન કીપર એડમ ગિલક્રિસ્ટ અને દિગ્ગજ દક્ષિણ આફ્રિકાના કીપર ક્વિન્ટન ડી કોકના નામે છે. બંને કીપરોએ માત્ર ૨૨ ટેસ્ટમાં ૧૦૦ શિકાર પૂરા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *