Maharashtra

ઓમિક્રોનના જાેખમને જાેતાં દ.આફ્રિકન બોર્ડની ફૂલપ્રૂફ તૈયારી

મુંબઈ
૧૭ ડિસેમ્બરે ટીમ દ.આફ્રિકા પહોંચ્યા પછી આ હોટલમાં રોકાશે. સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ ૨૬ ડિસેમ્બરે રમાશે. ત્યાર પછી જાેહાનિસબર્ગમાં યોજાનારી બીજી ટેસ્ટ માટે પણ ટીમના આ હોટલમાં જ રોકાવાની વ્યવસ્થા કરાઈ છે. બીજી ટેસ્ટ ૩ જાન્યુઆરીથી રમાશે. ત્યાર પચી ૧૧ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમ કેપટાઉન રવાના થશે. સ્થાનિક સરકારે હજુ સુધી સ્ટેડિયમમાં ફેન્સના પ્રવેશ અંગે ર્નિણય લીધો નથી. જાે ફેન્સ પર પ્રતિબંધ મુકાશે તો સીએસએને ટિકિટના વેચાણથી થતી આવકનું નુકસાન જશે.ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ) ભારતીય ટીમના પ્રવાસ દરમિયાન કોઈ જાેખમ લેવા માગતું નથી. કોહલીની આગેવાની ભારતીય ટેસ્ટ ટીમ માટે સેન્ચુરિયનમાં એક આખી હોટલ બૂક કરાઈ છે. દ.આફ્રિકન બોર્ડની સુચના પછી હોટલને પહેલાથી જ બાયો-બબલમાં તબદીલ કરી દેવાઈ છે.

Corona-Virus-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *