Maharashtra

બોલિવુડ અભિનેતા પુલકિત સમ્રાટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ
પુલકિતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. અભિનેતાએ ૨૦૦૬માં એકતા કપૂરની સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેતાએ ૨૦૧૨ માં રોમેન્ટિક કોમેડી ડ્રામા ‘બિટ્ટુ બોસ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી સમ્રાટે ૨૦૧૩માં આવેલી ‘ફુકર’માં હનીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ પછી તે ‘ઓ તેરી’, ‘ડોલી કી ડોલી’, ‘જુનિયાત’, ‘ફુકરે રિટર્ન્સ’, ‘વીરે દી વેડિંગ’ સહિત ઘણી ફિલ્મોમાં જાેવા મળી હતી. પુલકિતે ૨૦૧૪માં સલમાન ખાનની બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ એક વર્ષ પણ ન ટક્યો અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. એક ઈન્ટરવ્યુમાં શ્વેતાએ આ સંબંધ તૂટવા માટે અભિનેત્રી યામી ગૌતમને જવાબદાર ગણાવી હતી. પુલકિતે આ વાતોનું ખંડન કર્યું અને કહ્યું કે શ્વેતા લોકોના હમદર્દમાટે આ કરી રહી છે. પુલકિત આ દિવસોમાં એક્ટ્રેસ કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા ફોટા શેર કરે છે. પુલકિતે ૨૦૧૯માં અભિનેત્રીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેના પ્રેમની શરૂઆત ‘વીરે દે વેડિંગ’થી થઈ હતી. બંનેએ ‘પાગલપંતી’, ‘તૈશ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટનો જન્મદિવસ છે. એક્ટરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેની કરિયરને ઓળખ ફિલ્મ ‘ફુકરે’થી મળી હતી. અભિનેતાએ દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભિનેતાઓ તેમની ફિલ્મો કરતાં તેમના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે.

Pulkit-Samrat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *