West Bengal

મમતા બેનરજીની જીત નિશ્ચિત, ૨૪૦૦૦ કરતા વધારે મતથી આગળ

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર થયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક સૌથી મહત્વની છે.કારણકે મમતા બેનરજીએ સીએમ પદ પર ચાલુ રહેવા માટે આ બેઠક જીતવી જરુરી છે.જાેકે હવે તેમની જીત પાકી થઈ ગઈ છે અને ટીએમસી સમર્થકોએ ઉજવણી કરવાનુ શરુ કરી દીધુ છે.પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે ચાલી રહેલી મતગણતરી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી નિશ્ચિત વિજય તરફ આગળ વધી રહ્યા છે. સાતમા રાઉન્ડની ગણતરી બાદ મમતા બેનરજીને ૩૧૦૩૩ મત મળ્યા છે અને ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને ૫૭૧૯ મત મળ્યા છે.આમ મમતા બેનરજી ૨૪૦૦૦ કરતા વધારે મતથી આગળ છે. અખિલેશ યાદવે મમતા બેનરજીને જીત માટે અભિનંદન પણ આપી દીધા છે અને કહ્યુ છે કે, મમતા દીદીની જીત એ સત્યની જીત છે.

Mamta-benargi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *