,આરબઅમીરાત
દુબઈ પોલીસે કુલ ૧,૧૬૦,૫૦૦ ગોળીઓ જપ્ત કરી છે. માદક દ્રવ્યોને રેફ્રિજરેટેડ કન્ટેનરની અંદર ‘નકલી લીંબુ’માં શિપમેન્ટમાં છુપાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા ચાર શકમંદો એ જ આરબ દેશના નાગરિકો છે અને યુએઈના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે રેફ્રિજરેટેડ કન્ટેનરની અંદર લીંબુના ૩,૮૪૦ ડબ્બા હતા જેમાંથી ૬૬ બોક્સમાં નકલી લીંબુ અને નશીલા પદાર્થો હતા. પોલીસે લેબનીઝ પ્રતીકો સાથેનું બોક્સ દર્શાવતો વીડિયો પણ બહાર પાડ્યો છે. ડ્રગ્સ સામેની લડાઈમાં સહકાર ન આપવા બદલ લેબનોન ઘણીવાર ગલ્ફ દેશોનું નિશાન બને છે. એપ્રિલમાં, સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે તે ફળોમાંથી ૫ મિલિયનથી વધુ કેપ્ટાગોન ગોળીઓ મળી આવ્યા પછી લેબનીઝ ફળો અને શાકભાજીની આયાત સ્થગિત કરશે.ડ્રગ્સનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. તેને રોકવા માટે તમામ દેશોએ કડક કાયદા પણ બનાવ્યા છે. તેમ છતાં દાણચોરો ડ્રગ્સની દાણચોરી માટે નવા રસ્તાઓ શોધે છે. તાજેતરનો કેસ સંયુક્ત આરબ અમીરાતનો છે. અહીં લીંબુમાં સંતાડીને ડ્રગ્સની દાણચોરી કરવામાં આવતી હતી. આ લીંબુ પ્લાસ્ટિકના હતા. એકદમ વાસ્તવિક લાગતા હતા. દુબઈ પોલીસે આરબ નાગરિકતા ધરાવતા ચાર લોકોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી આશરે રૂ. ૧ અબજની કિંમતની નશાની ગોળીઓ પણ મળી આવી છે. કૅપ્ટાગોન એ એમ્ફેટામાઈન પ્રકારની દવા છે જે મોટાભાગે લેબનોન અને ઈરાક-સીરિયામાં બને છે. તેમાંથી મોટાભાગના દાણચોરી દ્વારા સાઉદી અરેબિયા લાવવામાં આવે છે. એક ન્યૂઝના રિપોર્ટ અનુસાર જપ્ત કરાયેલી દવાઓની સ્ટ્રીટ વેલ્યુ ૧૫.૮ મિલિયન ડોલર (૧ અબજ ૧૮ કરોડ રૂપિયાથી વધુ) છે. આ તસ્કરી અંગે સૂત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ મેજર જનરલ ખલીલ ઈબ્રાહિમ અલ મન્સૂરીએ આ અંગે માહિતી આપી હતી.
