નવીદિલ્હી
કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. એક બાજુ જ્યાં તેના કારણે જાનમાલનું પુષ્કળ નુકસાન થયું ત્યાં દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જાે કે હજુ પણ થોડા ઘણા કેસ તો આવી જ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને દાવો કર્યો છે કે લોકોએ વધુ એક મહામારીનો સામનો કરવો પડી શકે છે. અમારી સહયોગી વેબસાઈટ ઉૈર્ંંદ્ગ ના એક રિપોર્ટ મુજબ ઉૐર્ં નું કહેવું છે કે આગામી મહામારી ૈંહજીષ્ઠં-મ્ર્હિી ડ્ઢૈજીટ્ઠજીજ થી થઈ શકે છે. કીટ સમગ્ર દુનિયા માટે જાેખમ પેદા કરી રહ્યા છે. આ કીટ મોટી ચિંતાનું કારણ બની ગયા છે. રૂીઙ્મર્ઙ્મુ હ્લીદૃીિ, ઝિકા, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂ જેવા અર્બોવાયરસ મચ્છરો અને ટિક્સ જેવા આર્થ્રોપોડ્સ દ્વારા ફેલાય છે. આવામાં તેમના કારણે આગામી મહામારી આવી શકે છે. આ કીટ મોટાભાગે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉછરે છે જ્યાં લગભગ ચાર અબજ લોકો રહે છે. આવામાં હવે વિશેષજ્ઞો મહામારીને રોકવા માટે રણનીતિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ઉૐર્ં ના ગ્લોબલ ઈન્ફેક્શિયર હેઝર્ડ પ્રિપેયર્ડનેસ ટીમના ડાઈરેક્ટર ડો.સિલ્વી બ્રાયન્ડે કહ્યું કે આપણે છેલ્લા ૨ વર્ષથી કોવિડ મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ. આ દરમિયાન આપણે શીખ્યા કે આવી ઘટનાઓ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે આપણી પાસે વર્ષ ૨૦૦૩માં સાર્સ અને ૨૦૦૯માં ઈન્ફ્લૂએન્ઝા મહામારીનો અનુભવ હતો. ત્યારે હવે આગામી મહામારીને લઈને મોટેભાગે આશંકા છે કે તે કીટોથી થનારા નવા અર્બોવાયરસ (છહ્વિર્દૃૈિેજ) ના કારણે થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ૨૦૧૬થી ૮૯થી વધુ દેશોએ ઝિકા વાયરસના પ્રકોપનો સામનો કર્યો હતો. વર્ષ ૨૦૦૦ની શરૂઆતથી જ પીળા તાવનું જાેખમ વધી રહ્યું છે. ડેન્ગ્યૂ તાવ ૧૩૦ દેશોમાં દર વર્ષે ૩૯૦ મિલિયન લોકોને સંક્રમિત કરે છે. ઉૐર્ં ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડોક્ટર માઈક રયાને કહ્યું કે તેમાંથી દરેક બીમારી પર નિગરાણી રાખવા માટે રિસર્ચથી ઘણો લાભ થયો છે. આણ છતાં આપણે હજૂ પણ પુર્નમૂલ્યાંકન કરવાની જરૂર છે.


