Delhi

ઘરમાં જ સ્કુટી ચલાવતા શીખતી યુવતી કાકાને અડફેડે લેતો એક વિડીયો વાયરલ

નવીદિલ્હી
હાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જાેયા બાદ તમે પણ ચોંકી જશો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે એક છોકરી ઘરના આંગણામાં જ સ્કૂટી ચલાવતા શીખે છે. તે ગાડી પર બેઠી અને તેને ગાઈડ કરવા માટે તેના કાકા ત્યાં હાજર હતા. સ્કૂટીનું એક્સીલેટર ધીમી ધીમે વધારવાનું કહ્યું તો છોકરીએ ધ્યાન ન આપ્યું અને જેવું તેણે એક્સીલેટર ઘૂમાવ્યું કે સ્કૂટી બેકાબૂ બન્યું અને ઘરના આંગણામાં જ સ્કૂટી ઉછળીને કાકા ઊભા હતાં ત્યાં ઘૂસી ગયું. જાે કે છોકરીને તો બહુ નુકસાન ન થયું પરંતુ કાકાને જરૂર નાની મોટી ઈજા થઈ હશે. જેવું છોકરીના હાથમાંથી સ્કૂટીનો કંટ્રોલ ગયો કે તે કાકા ઊભા હતા ત્યાં ઘૂસી ગયું અને કાકા જમીન પર પડ્યા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્કૂટી પરથી પડનારી છોકરી હસવા લાગી ગઈ. જેના પર તેના કાકા નારાજ થતા પણ જાેવા મળ્યા. વીડિયોમાં તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટપણે જાેવા મળી રહ્યો છે. જાે કે ત્યારબાદ તેમણે છોકરીને ફટકાર પણ લગાવી હશે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જાેઈને એકબાજુ જ્યાં લોકોને હાસ્યના ફૂવારા છૂટી રહ્યા છે ત્યાં બીજી બાજુ એક યૂઝરે લખ્યું કે ‘અંકલનો લૂક કઈંક એવો હતો, ભૂલ કરી નાખી આ આપીને, સાઈકલ આપવા જેવી હતી.’સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક લોકો સ્કૂટી ચલાવતી વખતે પડતા હોય છે કે પછી લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. મોટાભાગે એવું જાેવા મળ્યું છે કે ગાડી શીખતી વખતે એટલી સમજ નથી હોતી કે એક્સીલેટર કેવી રીતે કંટ્રોલ કરવું. જેના કારણે માત્ર ચલાવનાર જ નહીં પરંતુ શીખવાડનાર પણ અકસ્માતનો ભોગ બની જાય છે. ઈન્ટરનેટ પર છોકરીઓના સ્કૂટી ચલાવતા વીડિયો પણ વાયરલ થાય છે જેને લઈને ટ્રોલ પણ કરવામાં આવે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર છે જેને જાેયા બાદ તમે પણ દંગ રહી જશો. ટ્રોલર્સ આવી છોકરીઓને ‘પાપા કી પરી’ કહીને બોલાવે છે.

Papa-ki-Pari-Viral-Video.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *