Delhi

દિલ્હીમાં થયેલ હિંસામાં ફાયરિંગ કરનાર અંસારને પોલીસે પકડ્યો

નવીદિલ્હી
દેશમાં ધર્મને લઈને થોડા સમયથી વધારે તગંદિલી જાેવા મળી રહી છે. રામનવમીના દિવસે પર દેશના ઘણા વિસ્તારોમાં હિંસા થયેલી હતી જ્યારે દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારાની સાથે ફાયરિંગ પણ થયું હતું. ફાયરિંગ કરનાર આરોપી અંસારની પોલીસે ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર વિસ્તારમાં ઇછહ્લને તહેનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલામાં ૧૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ે હિંસામાં આઠ પોલીસ કર્મચારી અને એક નાગરિક ઘાયલ થયા છે. એક સબ ઈન્સ્પેક્ટરને તોફાનીની ગોળી વાગી છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સ્થિતિમાં સુધારો છે. તેમણે વધુમાં જણાવ્યું કે હિંસા પછી અમન કમિટીની બેઠક થઈ હતી. જેમાં લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે. તોફાનીઓએ અહીં આગ પણ લગાવી હતી. તલવારો અને ફાયરિંગ પણ થયું હતું. આ મામલામાં પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી છે. પહેલા ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પછીથી ૫ લોકો ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં હાલ તણાવ છે. જાેકે સ્થિતિ પર કાબુ મેવવી લેવામાં આવ્યો છે. અહીં ઇછહ્લની બે કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. દિલ્હીના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તહેનાત છે અને અહીં હાઈ એલર્ટ છે. વિસ્તારમાં નાઈટ વિઝન ડ્રોનથી દેખરેખ કરવામાં આવી હતી. સ્પેશિયલ પોલીસ કમિશ્નર દીપેન્દ્ર પાઠકે શનિવારે મોડી રાતે જણાવ્યું કે હ્લૈંઇ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પાઠકે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં છે. સ્થિતિ હવે શાંતિપૂર્ણ છે. અમે લોકોની સાથે સતત સંપર્કમાં છીએ અને શાંતિ જાળવી રાખવા અને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી રહ્યાં છે. સુરક્ષા માટે પુરતી સંખ્યામાં પોલીસ અધિકારી અહીં છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે જહાંગીરપુરીમાં થયેલી ઘટનાની નીંદા કરી છે. એલજીએ કહ્યું કે હિંસા કરનાર સામે સખ્ત પગલા લેવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના ખૂબ જ નીંદનીય છે. દોષિતો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. દિલ્હીમાં થયેલી ઘટના પછી ઉત્તરપ્રદેશ સરકારે પણ રાજ્યમાં પોલીસ પ્રશાસનને સતર્કતા રાખવાના નિર્દેશ આપ્યા છે. એડીજી લો એન્ડ ઓર્ડરે કહ્યું કે અમે મોનિટરિંગ કરી રહ્યાં છે. ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે હનુમાન જન્મોત્સવ પર આજે જહાંગીરપુરી દિલ્હીમાં પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાજધાની દિલ્હીમાં એક મોટા ષડયંત્ર અંતર્ગત થઈ રહી છે. કોંગ્રેસે સમગ્ર દેશમાં થઈ રહેલા સાંપ્રદાયિક રમખાણોની વચ્ચે ઈન્ડિયા અગેંસ્ટ હેટ મુવમેન્ટ શરૂ કરી છે. પાર્ટીએ ટિ્‌વટર પ્રોફાઈલ ચેન્જ કરીને એક નંબર પણ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી અને તેમણે લો એન્ડ ઓર્ડર જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલા લેવા માટેના નિર્દેશ આપ્યા. ઘટના પછીથી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની પણ સુરક્ષા વધારવામાં આવી છે. અહીં રામનવમીના દિવસે પૂજાને લઈને બે વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. જહાંગીરપુરીના કુશલ સિનેમાની પાસે લગભગ ૫.૩૦ વાગ્યે શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો થયો હતો. તે પછીથી બંને ગ્રુપ વચ્ચે અથડામણ થઈ હતી. ઘણી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. કેટલાક વાહનોમાં આગ લગાડવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમને પણ તેના કારણે ઈજા થઈ હતી. દિલ્હી પોલીસના ઁઇર્ં અન્યેશ રાયે કહ્યું કે આ એક પરંપરાગત નીકળતી શોભાયાત્રા હતી. જે દર વર્ષે નીકળે છે. યાત્રાના બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિને સંભાળી હતી. ઘટના પછીથી ઘણા પોલીસ સ્ટેશનમાંથી એડિશનલ પોલીસ ફોર્સને બોલાવવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સે વિસ્તારમાં માર્ચ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *