નવીદિલ્હી
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામન કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે. નાણામંત્રીએ અનેક મોટી જાહેરાતો કરી છે જેમાં સૌથી મોટી જાહેરાત ક્રિપ્ટો કરન્સી અને કોર્પોરેટ ટેક્સને લઈને કરી છે. સરકારે ડીજીટલ કરન્સી (ક્રિપ્ટો કરન્સી) પર ૩૦ %નો ટેક્સ લગાવ્યો છે. સાથે સાથે જાે ક્રિપ્ટો કરન્સીમાં ખોટ જાય તો પણ ટેકસ ભરવો પડશે. સરકારે કોર્પોરેટ ટેક્સને ૧૮% થી ઘટાડીને ૧૫% કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગોને પણ ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
