Delhi

અજાણી લિંક પર ક્લિક ન કરતા ક્રિપ્ટો યુઝર્સ સાવધાન રહેજાે

નવીદિલ્હી
ક્રિપ્ટોકરન્સીમાં મળેલા વળતરના કારણે અનેક લોકો તેમાં રોકાણ કરવા લાગ્યા છે. આ સાથે માઇનિંગ ની ચલણ પણ આસમાને પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં છેતરપીંડી કરનારા તત્વોએ માઇનિંગ કરવા ઇચ્છતા લોકોને ખંખેરવા માટે નવો કીમિયો અખત્યાર કર્યો છે. જેથી યુટ્યુબ ના માધ્યમથી બીટકોઈન માઈનિંગ સોફ્ટવેરને શોધતા ક્રિપ્ટો યુઝર્સને સાવધાન રહેવું જાેઈએ. હાલ જાેખમી ગણાતો પેનીવાઇઝ નામનો માલવેર ફરી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ આ માલવેરથી ક્રિપ્ટો વોલેટ્‌સ અને ડેટા ચોરાઈ જવાનો ખતરો છે. પેનીવાઇઝના નામનો ક્રિપ્ટોકરન્સી માલવેર યુઝર્સને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેના દ્વારા ૩૦ ક્રિપ્ટો વોલેટ્‌સ અને બ્રાઉઝર એક્સટેન્શનમાંથી ડેટા ચોરી શકે છે. આવી સ્થિતિમાં ક્રિપ્ટો યૂઝર્સે આ ચોરોથી સાવધાન રહેવાની જરૂર છે આ ક્રિપ્ટોકરન્સી માલવેર દ્વારા માત્ર હોટ વોલેટ જ નહીં પરંતુ કથિત રીતે ઢષ્ઠટ્ઠજર, છદ્બિર્િઅ, મ્અંીર્ષ્ઠૈહ, ત્નટ્ઠટટ, ઈર્ટઙ્ઘેજ, ઈંરીિીેદ્બ, ઈઙ્મીષ્ઠંિીેદ્બ, ર્છંદ્બૈષ્ઠ ઉટ્ઠઙ્મઙ્મીં, ય્ેટ્ઠઙ્ઘિટ્ઠ અને ર્ઝ્રૈર્હદ્બૈ જેવા કોલ્ડ વોલેટને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયબલના જણાવ્યા અનુસાર, પેનીવાઇઝ માલવેર આગળ વધી રહેલો ખતરો છે. ગત ૩૦ જૂને બ્લોગ પોસ્ટમાં, સાયબલે પેનીવાઇઝને ચોરો દ્વારા મફત બિટકોઇન માઇનિંગ સોફ્ટવેર તરીકે ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. યુટ્યુબ પર ૮૦થી વધુ યુટ્યુબ વીડિઓઝ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં માલવેર ડાઉનલોડ કરવાની લિંક્સ છે. યૂટ્યૂબ પર બિટકોઈન માઇનિંગ સોફ્ટવેરની શોધમાં રહેલા લોકો આ માલવેરનો શિકાર બની શકે છે. પેનીવાઇઝ ૩૦થી વધુ ક્રોમ આધારિત બ્રાઉઝર્સ, ૫ મોઝિલા આધારિત બ્રાઉઝર્સ, ઓપેરા અને માઇક્રોસોફ્ટ એજને ટાર્ગેટ કરે છે અહીં ઉલ્લેખનીય છે કે, આ માલવેર સ્ક્રીનશોટ લઈ શકે છે અને ડિસ્કોર્ડ અને ટેલિગ્રામ જેવી ચેટ એપ્લિકેશનોમાંથી ડેટા ચોરી શકે છે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *