Gujarat

વલસાડનો કૈલાશ રોડ પરનો પુલ પાણીમાં ડૂબ્યો

વલસાડ
ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જાેડતો કૈલાશ રોડ ઉપરનો નદીનો પુલ પાણીમાં ડૂબ્યો છે. જેને પગલે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તો સાથે બંદર રોડ પર પણ પાણી ફરી વડવાના કારણે રસ્તો બંધ કરાયો હતો. ઔરંગા નદીના પાણી શહેરના કશ્મીરનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા. સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે. તો નદીના નજીક આવેલા વિસ્તારો વહીવટી તંત્ર દ્રારા ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ઔરંગા નદીના પાણી કશ્મીરનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા, કાશ્મીરનગરમાં કમર સુધી પાણી ભરાતા વહીવટીતંત્ર દ્રારા વિસ્તાર ખાલી કરાવાની સૂચના આપવામાં આવી છે. તો બંદર રોડ અને લીલાપોર સહિત ૫થી ૭ ગામોને જાેડતો પુલ પાણીમાં ડૂબ્યો છે, સાથે બંદર રોડ ઉપર પાણી ફરીવરવાના કારણે હનુમાન ભાગડાગામ સંપર્ક વિહોણું થયું છે. વલસાડ શહેરના બંદર રોડ, તરીયાવાડ અને કશ્મીર નગર વિસ્તારમાં પાણી ભરવાના કારણે વહીવટી તંત્ર દ્રારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. સતત વરસાદના કારણે નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં એનડીઆરએફ અને ફાયર ની ટિમ તૈનાત કરવામાં આવી છે.વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઇને જિલ્લાની નાની-મોટી તમામ નદીઓ બે કાંઠે થઇ છે. આ સાથે દરિયામાં ભરતીના સમયે ઉપરવાસમાંથી ઔરંગા નદીમાં રેલના પાણી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના કશ્મીરનગરમાં કમરસમા પાણી ભરાતા તંત્ર દ્વારા વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યો છે. તો આ બાજુ બંદર રોડ અને લીલાપોર સહિત ૫થી ૭ ગામોને જાેડતો કૈલાશ રોડ ઉપરનો પુલ પાણીમાં ડૂબ્યો છે, જેને લઇને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે ભાગડાગામ સંપર્ક વિહોણું થયું છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *