Delhi

અપને ૨ ફિલ્મ માટે શિલ્પા શેટ્ટી પાસે સમય નથી

નવીદિલ્હી
૨૦૦૭ના વર્ષમાં રિલઝ થયેલી ફિલ્મ અપનેમાં શિલ્પાએ સની દેઓલની પ્રેમિકાનો રોલ કર્યો હતો. અપને ૨માં શિલ્પાને લીડ રોલમાં લેવાની સની દેઓલની ઈચ્છા હતી. જાે કે શિલ્પાએ રોહિત શેટ્ટીની વેબ સિરઝ માટે કમિટમેન્ટ આપેલું છે અને તેના કારણે અપને ૨ સાઈન કરી શકી નથી. અપને ૨માં ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલની સાથે કરણ દેઓલ પણ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે દેઓલ ફેમિલીએ શિલ્પાનું રીપ્લેસમેન્ટ શોધવા કવાયત હાથ ધરી છે. શુક્રવારે નિકમ્માની રિલિઝ સાથે શિલ્પા શેટ્ટીએ આગામી પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી છે. રોહિત શેટ્ટીની વેબ સરિઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં શિલ્પાની સાથે સિદ્ધાર્થ મલહોત્રા અને વિવેક ઓબેરોય છે. રિયાલિટી શો જજ અને ફિટનેસ મોટિવેટર તરીકે સક્રિય રહેલી શિલ્પાએ એક્ટિંગ પર ફોકસ વધાર્યું છે. કમબેકની સાથે જ શિલ્પા પાસે પ્રોજેક્ટ આવી રહ્યાં છે અને બિઝી શીડ્યુલના કારણે શિલ્પા અપને ૨ને ડેટ્‌સ આપી શકતી નથી.

Entertainment-Film-Apne-2-Shilpa-Shetty-doesnt-have-time-for-Sunny-Deols-Apne-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *