Delhi

આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીએ ૭મા માળેથી કૂદીને આત્મહત્યા કરી

નવીદિલ્હી
આત્મહત્યા કરનાર ૨૬ વર્ષીય વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં માસ્ટર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે જ સમયે, તેનેમુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થી ડિપ્રેશનનો શિકાર હતો. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. વિદ્યાર્થીના તણાવ પાછળનું કારણ શું હતું તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે સંસદ સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ૈંૈં્‌, ૈંૈંસ્, કેન્દ્રીય યુનિવર્સિટી, ૈંઈજીઝ્ર અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧ દરમિયાન ૧૨૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાંથી ૨૪ વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના, ૩ અનુસૂચિત જનજાતિના, ૪૧ અન્ય પછાત વર્ગના અને ત્રણ લઘુમતીમાંથી છે.વાસ્તવમાં, મુંબઈ પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. જાેકે, આ સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તે જ સમયે, પોલીસ અધિકારીએ કહ્યું કે, વિદ્યાર્થીના પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરવામાં આવી છે.દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ સંસ્થાઓમાંની એક ૈંૈં્‌ બોમ્બેના વિદ્યાર્થીએ ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીએ સવારે ૫ વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ હોસ્ટેલ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યાં વિદ્યાર્થીને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવક ડિપ્રેશનમાં હોવાના સંકેતો મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *