નવીદિલ્હી
હનુમાન ચાલીસાને લઈને તાજેતરના વિવાદો પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘આપણા દેશમાં સહિષ્ણુતા વિષય પર બોલવામાં આવે છે અને લખવામાં આવે છે. કેટલીકવાર અમને વિદેશમાંથી પણ આ વિશે સલાહ મળે છે. પરંતુ મને લાગે છે કે તે આપણી લોકશાહીમાં જડાયેલું છે. ધર્મેન્દ્ર પ્રધાને દીક્ષાંત સમારોહમાં કહ્યું કે દેશભરમાં કુલ ૨,૯૧,૫૮૮ વિદ્યાર્થીઓએ ડિગ્રી અને ડિપ્લોમા મેળવ્યા હતા જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. તેમણે કહ્યું કે હું અહીં એક વિદ્યાર્થી તરીકે આવ્યો છું, વિદ્યાર્થી એ માનસિક સ્થિતિ છે, તે એક વિચાર છે, તમે જ્યાં પણ હોવ, તમે જે પણ હોવ, જાે તમારે શીખવું હોય તો તમે વિદ્યાર્થી છો.’ ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેઓ વિદ્યાર્થી નેતા રહ્યા છે અને હવે શિક્ષણ મંત્રી બન્યા છે.દેશમાં છેલ્લા કેટલાક દિવસથી હનુમાન ચાલીસાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવું નિવેદન આપ્યું. ઈગ્નૂના ૩૫મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ઈગ્નૂના તમામ પ્રોફેસરો અને દેશભરમાં તેના પ્રાદેશિક કેન્દ્રો સાથે જાેડાયેલા શિક્ષકોમાં હનુમાનજીના ગુણો છે. હનુમાનજી સમાજની સેવા કરવા અને આદિવાસીઓનો અવાજ બનવા માટે જાણીતા છે. ઈગ્નૂ (ૈંય્ર્દ્ગંેં)ના પ્રોફેસરો ભગવાન હનુમાન જેવા છે જેમણે તેમની શક્તિનો અહેસાસ ન હતો. ઈગ્નૂના પ્રોફેસરોના કામની પ્રશંસા થવી જાેઈએ.


