નવીદિલ્હી
એક કહેવત છે કે ન જાકો રખે સૈયાં, મારી શકે ના કોઈ… હંમેશા આ કહેવત તેવા લોકો માટે કહેવામાં આવે છે જે મોતને માત આપી પરત ફરે છે. આવી ઘટના ઇટાવામાં એક વ્યક્તિ સાથે થઈ છે. એક વ્યક્તિ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ પરંતુ તેનો વાળ વાંકો થયો નહીં. કોઈ અંદાજ પણ ન લગાવી શકે કે ટ્રેન ઉપરથી પસાર થયા બાદ વ્યક્તિને કંઈ થશે નહીં પરંતુ જ્યારે ટ્રેન પસાર થઈ ગઈ તો તે વ્યક્તિ ઉભો થઈ ગયો હતો. જાણકારી પ્રમાણે નવી દિલ્હી-હાવડા રૂટ પર ઇટાવાના ભરભના રેલવે સ્ટેશન પર મંગળવારે યાત્રીકોની ભીડ હતી. ભીડ આગરા સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસની રાહ જાેઈ રહી હતી. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર પહોંચવાની હતી ત્યાં લોકો દોડવા લાગ્યા. આ દરમિયાન ભોલા સિંહ નામનો વ્યક્તિ પાટા પર પડી ગયો અને ઉતાવળમાં પાટા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. ભોલા સિંહ જ્યાં સુધી પાટા પરથી ઉભો થઈ પ્લેટફોર્મ પર ચઢે તે પહેલા પૂરપાટ ઝડપે ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ. ત્યારબાદ ટ્રેન પસાર થતી રહી અને લોકો જાેઈ રહ્યાં હતા કે ક્યારે ટ્રેન નિકળે અને તે વ્યક્તિને ઉભો કરવામાં આવે. કોઈને ખ્યાલ નહોતો કે ભોલા સિંહનું શું હાલત થવાની છે. સામાન્ય રીતે આવી ઘટનામાં વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવે અથવા ગંભીર ઈજા થતી હોય છે. ટ્રેન પસાર થતી હતી તેનો વીડિયો કોઈએ બનાવી લીધો અને ટ્રેન નિકળી તો ભોલા સિંહ હાથ જાેડીને ઉભો થયો હતો. તેણે લોકોનો આભાર પણ માન્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

