Delhi

એસબીઆઈએ બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી

નવીદિલ્હી
દેશમાં વધી રહેલી સાયબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખી હવે સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહતો માટે ચેતવણી જાહેર કરી છે. બેંક પોતાના કરોડો ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે નંબર જાહેર કર્યા. આ મામલે બેંકે પોતાના ગ્રાહકોને જાગરૂક પણ કર્યા છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી છે, જેથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. પોતાના ગ્રાહકોને ફિશિંગ સ્કેમથી બચાવવા માટે બેંકે ચેતવણી જાહેર કરી છે. બેંક તરફથી કહેવામાં આવ્યું કે, ટ્‌વીટ, એસએમએસ, અને ઈમેલમાં ફિશિંગ છેતરપિંડીની ઘટનાઓ સામે આવી છે. ફોન પર કેટલાક લોકો પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી જણાવીને છેતરપિંડી કરી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરતા બે નંબર પરથી ફોન આવે તો રિસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં આ ૮૨૯૪૭૧૦૯૪૬ અને ૭૩૬૨૯૫૧૯૭૩ નંબરોનો સમાવેશ થાય છે.. બેંકે કહ્યું કે, જાે તમને આ નંબરોથી ફોન આવે તો સાવધાન રહેવાની જરૂર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા બે નંબરનો સી.આઈ.ડી આસામે વાંધો ઉઠાવ્યો હતો. સી.આઈ.ડી આસામે ટ્‌વીટ કરીને કહ્યું હતુ, સ્ટેટ બેંકના ગ્રાહકોને બે નંબર પરથી ફોન આવી રહ્યા છે. આ નંબરથી ફોન આવતા ગ્રાહકોને દ્ભરૂઝ્ર માટે કહેવામાં આવે છે. અને મોબાઈલ પર લિંક મોકલવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વધુમાં કહ્યું છે કે, આ બન્ને નંબર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક સાથે કઈ પણ રીતે જાેડાયેલા નથી. આસામ સી.આઈ.ડીના ટ્‌વીટ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જવાબ આપતા કહ્યું કે, આ બન્ને નંબર વિરૂદ્ધ ૈં્‌ સિક્યોરિટી કાર્યવાહી કરશે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકે પોતાના ગ્રાહકોને છેતરપિંડી થઈ બચાવવા માટે ૨ નંબર જાહેર કર્યા છે. બેંકે કહ્યું કે, આ બે નંબરથી આવતા ફોનને ક્યારેય પણ રિસીવ ન કરતા.

State-Bank-of-India-CID-Crime-Branch-Asam-SMS-KYC-Linked-Mobile-Noumber-Warning.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *