Delhi

એસબીઆઈ બેંકે વ્યાજ દર વધારવાની જાહેરાત કરી

ન્યુદિલ્હી
આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે બેઝ રેટના બદલામાં, કોમર્શિયલ બેંકો આધારિત ધિરાણ દર (સ્ઝ્રન્ઇ)ની જેમ જ ભંડોળની સીમાંત કિંમત ચૂકવે છે. સ્ઝ્રન્ઇ નક્કી કરવામાં ફંડની સીમાંત કિંમત મહત્વની ભૂમિકા ભજવે છે. રેપો રેટમાં કોઈપણ ફેરફારના પરિણામે ફંડની માર્જિનલ કોસ્ટમાં ફેરફાર થાય છે. જ્યારે હોમ લોન ગ્રાહકો માટે તેમના હોમ લોનના વ્યાજ દરોની સમીક્ષા કરવાનો સમય આવશે, ત્યારે સ્ઝ્રન્ઇમાં વધારાને કારણે તેમની ઈસ્ૈં મોંઘી થશે. ઇમ્ૈં એ ૮ એપ્રિલે લોન પોલિસીની સમીક્ષા કરતી વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પરંતુ બેંકો લોન મોંઘી કરી રહી છે. બીજી સરકારી બેંક બેંક ઓફ બરોડાએ પણ ગયા સપ્તાહે સ્ઝ્રન્ઇમાં ૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી.હોમ લોન, કાર લોન સહિત અનેક પ્રકારની લોન હવે મોંઘી થશે. કારણ કે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોન મોંઘી કરી દીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (સ્ઝ્રન્ઇ)માં ૧૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારો ૧૫ એપ્રિલ ૨૦૨૨થી અમલમાં આવ્યો છે. ૧૫ એપ્રિલથી પ્રભાવિત થઈને બેંકે રાતોરાત એક મહિના અને ત્રણ મહિનાની છઝ્રન્ઇ ૬.૬૫ ટકાથી વધારીને ૬.૭૫ ટકા કરી દીધી છે. ૬ મહિનાનો સ્ઝ્રન્ઇ દર ૬.૯૫ ટકાથી વધારીને ૭.૦૫ ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષનો સ્ન્ઝ્રઇ ૭ ટકાથી વધારીને ૭.૧૦ ટકા, બે વર્ષનો ૭.૨૦ ટકાથી વધારીને ૭.૩૦ ટકા અને ત્રણ વર્ષનો સ્ઝ્રન્ઇ ૭.૩૦ ટકાથી વધારીને ૭.૪૦ ટકા કરવામાં આવ્યો છે.

SBI-announces-interest-rate-hike.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *