ન્યુદિલ્હી
અમેરિકા પહેલાંથી જ રશિયા અને યુક્રેન વચ્ચે ભારતના વલણ સામે વાંધો ઉઠાવી ચૂક્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા સાથે તેના સંબંધો મર્યાદિત રાખે. ભારતે હજુ પણ રશિયા સાથે તેલનો વેપાર ચાલુ રાખ્યો છે અને અમેરિકાને એની અસર થઈ રહી છે. તેણે ચેતવણી આપી છે કે જાે ભારત આ સંબંધ ચાલુ રાખશે તો એની કિંમત ચૂકવવી પડી શકે છે, સાથે જ અમેરિકાએ ભારતની સામે પ્રસ્તાવ રાખી ચૂક્યું છે કે તે શસ્ત્રો આપશે. શરત એ પણ મૂકવામાં આવી છે કે રશિયા પાસેથી શસ્ત્રો પરની ર્નિભરતા ઘટાડવી પડશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર ૨ ૨ મંત્રણા માટે અમેરિકા પહોંચ્યા છે. અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન પેન્ટાગોનમાં રાજનાથનું સ્વાગત કરશે. આ પછી બંને દેશોના નેતાઓ વાતચીત કરશે. બંને વચ્ચે સંરક્ષણ ભાગીદારીને મજબૂત અને વધારવા પર ચર્ચા થશે. લોયડ ઓસ્ટીન ઉપરાંત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન આ મંત્રણામાં ભાગ લેશે. આ સંવાદમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે. યુક્રેન મુદ્દો પણ મહત્ત્વનો રહેશે. વ્યૂહાત્મક ભાગીદારી, શિક્ષણ સહયોગ, ટેકનોલોજી, સપ્લાય ચેઈન, સંરક્ષણ ભાગીદારી પણ ચર્ચાના મુદ્દા હશે.વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, મોદી સાથેની મુલાકાત દરમિયાન બાઈડન રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવશે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે મોદીની સામે રશિયાના આ ભયાનક યુદ્ધનાં પરિણામો બાબતે ચર્ચા થશે. આ સિવાય વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર આ યુદ્ધની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેન વચ્ચે સોમવારે મોડી સાંજે વર્ચ્યુઅલ બેઠક મળી. બેઠકમાં બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ, કોરોના મહામારી સહિત તમામ મુદ્દે ચર્ચા કરી. સાથે જ ૨૪ મેનાં રોજ ઊેંછડ્ઢ સમિટમાં ઁસ્ મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મોદીએ બાઇડેનને કહ્યું- મને તમારી તે વાત યાદ આવે છે, જ્યારે તમે કહ્યું હતું કે લોકતંત્રથી જ મુશ્કેલીમાં રસ્તો મળે છે. હું યુક્રેનમાં માનવીય સંકટને લઈને ઘણો જ ચિંતિત છું. અમે યુક્રેનને શક્ય એટલી મદદ કરી રહ્યાં છીએ. મોદીએ બાઇડેનને કહ્યું- આજે આપણી વાતચીત એવા સમયે થઈ રહી છે, જ્યારે યુક્રેનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. થોડાં સપ્તાહ પહેલા અમે અમારા ૨૦ હજાર નાગરિકને ત્યાંથી કાઢ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. હું યુક્રેન અને રશિયાના પ્રેસિડેન્ટ સાથે અનેક વખત વાતચીત કરી છે. મેં પુતિનને કહ્યું છે કે તેઓ સીધા યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરે. અમારી સંસદમાં યુક્રેન મુદ્દે ઘણી ચર્ચા થઈ છે. બાઇડેને કહ્યું- અમારા અને તમારા મિનિસ્ટર્સ પણ મળી રહ્યાં છે. કોવિડ-૧૯ દરમિયાન અમે હેલ્થ અને ઈકોનોમી સાથે જાેડાયેલી અનેક ચેલેન્જ ફેસ કરી. આપણી વચ્ચે ડિફેન્સ સહિત અનેક સેક્ટરમાં ઘણી મજબૂત પાર્ટનરશિપ છે. આપણે બંને દેશ દુનિયા માટે લોકતંત્રનું એક ઉદાહરણ છીએ. ભારતે યુક્રેનને જે મદદ કરી તેનું હું સ્વાગત કરું છું. બાઇડેને કહ્યું- બૂચા નરસંહારને લઈને હું ઘણો જ ચિંતિત છું. તેની તપાસ થવી જાેઈએ. બાઇડેને આગળ કહ્યું- રશિયા અને યુક્રેનના મુદ્દે આપણે સતત વાતચીત કરતા રહીશું. આપણાં સંબંધોને મજબૂત કરવા માટે પણ આ પ્રકારની વાતચીત યથાવત રહેશે. આ સાથે જ ેંજી પ્રેસિડેન્ટે મોદીને કહ્યું- ૨૪ મેનાં રોજ ક્વૉડ સમિટમાં તમને મળવા માંગુ છું.


