Delhi

પૂર્વ આઈપીએસ અધિકારીના ઘરે ઈન્કમ ટેક્સની રેડ

નવીદિલ્હી
આરએન સિંહ યુપીમાં ડીજી પ્રોસિક્યુશન રહી ચૂક્યા છે. તેઓ કહે છે કે આ પેઢી તેનો પુત્ર ચલાવે છે, તે કમિશનના ધોરણે લોકર ભાડે આપે છે, તેમના પણ ૨ લોકર છે પરંતુ તેમાંથી કંઈ નથી મળી આવ્યું.આરએન સિંહનો પુત્ર તેના ઘરના ભોંયરામાં ખાનગી લોકર ફર્મ ચલાવે છે. આ લોકર્સ ભાડે આપવામાં આવે છે. આવકવેરા વિભાગે અહીં સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાની રિકવરી કરી છે. જાે કે તે સ્પષ્ટ નથી કે પૈસા કોના છે? સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ તિજાેરીમાં ૬૫૦ લોકર હોવાનું કહેવાય છે. આ દરોડા દરમિયાન પૂર્વ ૈંઁજી આરએન સિંહે કહ્યું, હું હાલમાં મારા ગામમાં હતો, મને માહિતી મળી કે આવકવેરાની ટીમ ઘરે તપાસ કરવા આવી છે, તેથી હું તરત જ અહીં આવ્યો, હું ૈંઁજી ઓફિસર રહી ચૂક્યો છું, મારો પુત્ર અહીં છે. અમે પણ અહીં આવીને રહીએ છીએ, મારો પુત્ર ખાનગી લોકરનું કામ કરે છે જે બેસમેન્ટમાં છે. પૂર્વ ૈંઁજી આરએન સિંહે કહ્યું, મારો પુત્ર ભાડે લોકર આપે છે, જે રીતે બેંકો આપે છે, તે બેંકો કરતા વધુ સુવિધા આપે છે, આમાં અમારી પાસે બે લોકર પ્રાઇવેટ છે, અંદર તપાસ ચાલી રહી છે, લગભગ તમામ લોકર ચેક કરવામાં આવ્યા છે, જે કઈ પણ મળ્યું છે તેની તમામ માહિતી અમારી પાસે છે. ઘરના કેટલાક દાગીના ટીમને મળી આવ્યા છે, તેના તમામ દસ્તાવેજાે અમારી પાસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *