નવીદિલ્હી
યોગ ગુરુ બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદની માલિકીની ખાદ્ય તેલ કંપની રુચિ સોયાનો હ્ર્લઁં આવી રહ્યો છે. કંપનીએ તેના હ્ર્લઁં માટે શેર દીઠ રૂ. ૬૧૫-૬૫૦ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ફ્લોરની પ્રાઇસ ૬૧૫ રૂપિયા હશે જ્યારે કેપ પ્રાઇસ ૬૫૦ રૂપિયા હશે. કંપની ૨૪ માર્ચે જાહેર ઓફર એટલે કે હ્ર્લઁં લાવશે, જેના દ્વારા તે રૂ. ૪,૩૦૦ કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ એફપીઓ ૨૮ માર્ચે બંધ થશે. કંપનીએ જણાવ્યું છે કે લઘુત્તમ બિડ લોટ ૨૧ શેર્સ માટે હશે અને ત્યારબાદ ૨૧ ઇક્વિટી શેરના ગુણાંકમાં આવશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અનુસાર શેર ૫ એપ્રિલે જમા થશે અને એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડ ૪ એપ્રિલથી જમા થશે. પતંજલિએ વર્ષ ૨૦૧૯માં રૂચી સોયાનું અધિગ્રહણ કર્યું હતું. પતંજલિએ નાદારી પ્રક્રિયા હેઠળ રૂચી સોયાને રૂ. ૪,૩૫૦ કરોડમાં હસ્તગત કરી હતી. રૂચી સોયા આ હ્ર્લઁં હેઠળ ૨ રૂપિયા ફ્રીશ વેલ્યુ ના ૪,૩૦૦ કરોડ શેર્સ વેચશે. આ ઇશ્યુમાં ૧૦,૦૦૦ ઇક્વિટી શેર કંપની માટે રિઝર્વ થશે. આ ઇશ્યુ ૧૪ માર્ચ ખુલી ૨૮ માર્ચ ૨૦૨૨ ના રોજ બંધ થશે. જીમ્ૈં ઝ્રટ્ઠॅૈંટ્ઠઙ્મ સ્ટ્ઠિાીંજ, છટૈજ ઝ્રટ્ઠॅૈંટ્ઠઙ્મ, ૈંઝ્રૈંઝ્રૈં જીીષ્ઠેિૈંૈી આ ઈશ્યુની બુક રનિંગ લીડ મેનેજર છે. રુચિ સોયા આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને કંપનીની સામાન્ય કામગીરીમાં કરશે. હ્ર્લઁં દ્વારા કંપનીના પ્રમોટરો સેબીની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તેમનો હિસ્સો ઘટાડશે. સેબીના નિયમો હેઠળ કોઈપણ લિસ્ટેડ કંપની પાસે ઓછામાં ઓછા ૨૫ ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું આવશ્યક છે. આ હ્ર્લઁં દ્વારા બાબા રામદેવની પતંજલિ સેબીના નિયમોનું પાલન કરશે. હાલમાં પતંજલિ રૂચી સોયામાં ૯૮.૯ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ માત્ર ૧.૧ ટકા છે. આ એફપીઓ પછી રૂચી સોયામાં પતંજલિનું હોલ્ડિંગ ઘટીને ૮૧ ટકા થશે જ્યારે પબ્લિક શેરહોલ્ડર વધીને ૧૯ ટકા થશે. તાજેતરમાં ટીવી ચેનલ પર યોગ સત્ર દરમિયાન દર્શકોને રૂચી સોયા સ્ટોકમાં રોકાણ કરવા વિનંતી કરતા બાબા રામદેવની ક્લિપ વાયરલ થઈ હતી. સેબીએ રુચિ સોયાને યોગ ગુરુએ નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું તેનો જવાબ આપવા કહ્યું હતું.


