Delhi

ભારતીય રૂપિયો ડોલર સામે ૭૮.૧૮ના નવા તળિયે પહોંચ્યો

ન્યુદિલ્હી
વૈશ્વિક શેરબજારની નબળી સ્થિતિની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જાેવા મળી રહી છે. તેના લીધે ડોલર સામે રૂપિયામાં વિક્રમજનક ઘટાડો જાેવા મળ્યો છે. ઇતિહાસમાં પહેલી વખત રૂપિયો ડોલર સામે ૩૭ પૈસા ઘટીને ૭૮.૧૮ના નવા તળિયે પહોંચ્યો છે. રૂપિયાએ ડોલર સામે પહેલી વખત આટલી નીચી સપાટી તોડાવી છે. વધતા જતા ખર્ચની સાથે ધીમી વૃદ્ધિના પગલે નબળી માંગના લીધે ડોલર રૂપિયા સામે મજબૂત થયો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી અને યુએસમાં ફુગાવાના આંકડામાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં આટલો મોટો ઘટાડો થયો હોવાનું તારણ નિષ્ણાતો આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતોમાં વધારો અને શેરબજારોમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે રૂપિયામાં આ ઘટાડો જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચી લીધું હોવાથી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી રૂ. ૭૮.૧૮ પર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યુદ્ધ શરૂ થયું તે પહેલા ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૪.૬૨ રૂપિયા પર હતો જે ૧૦ જૂન ૨૦૨૨ના રોજ ઘટીને ૭૭.૮૨ રૂપિયા થઈ ગયો છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ ઘણા નવા પગલા લીધા છે. ડાઉન ૮૮૦ પોઈન્ટ અથવા ૨.૭ ટકા ઘટ્યો હતો. જીશ્ઁ ૫૦૦ ઇન્ડેક્સ ૨.૯ ટકા અને નાસ્ડેક ૩.૫ ટકા ડાઉન હતો. છેલ્લા સંપૂર્ણ સપ્તાહની વાત કરીએ તો, ડાઉ અને એસએન્ડપી ૫૦૦ ૪.૬ ટકા અને ૫.૧ ટકા ડાઉન હતા. જ્યારે નાસ્ડેકમાં ૫.૬ ટકાની નબળાઈ હતી. શુક્રવારે ફુગાવાના આંકડાએ યુએસમાં મૂડ બગાડ્યો હતો. રોકાણકારોએ આર્થિક મંદીના ડરથી વેચાણ કર્યું હતું. યુએસ કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગયા મહિને વાર્ષિક ધોરણે ૮.૬ ટકા વધ્યો હતો. ડિસેમ્બર ૧૯૮૧ પછી ફુગાવામાં આ સૌથી મોટો વધારો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૧૨૦ ડોલરની નજીક છે, જ્યારે અમેરિકન ક્રૂડ પણ પ્રતિ બેરલ ૧૧૮ ડોલર પર છે. ગયા સપ્તાહે અમેરિકામાં કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા ડોલર ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે ૮.૬ ટકાના દરે વૃદ્ધિ પામ્યો હતો. ડોલર ઇન્ડેક્સે ૧૦૪ પોઇન્ટ્‌સ વધુ એક વખત વટાવ્યા છે, અમેરિકામાં દસ વર્ષના બેન્ચમાર્ક બોન્ડની ઊપજ ૩.૧૫ ટકાને વટાવી ગઈ છે. ડોલરની સામે ફક્ત રૂપિયો જ નહી જાપાનીઝ યેન અને યુરો બંનેએ નવી નીચી સપાટી બનાવી હતી. ઇસીબીએ ૨૦૨૨-૨૩ માટે નીચી આર્થિક વૃદ્ધિની આગાહી કરતાં યુરો પણ ડોલર સામે ઘટ્યો હતો. તેના પગલે વ્યાજદરમાં વૃદ્ધિના સંકેત મળ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ડોલર ઇન્ડેક્સ આ સપ્તાહે સ્થિર દરે વૃદ્ધિ પામતો હેશે. તે ફરીથી ૧૦૪.૮૦ના સ્તરને સ્પર્શે તે શક્ય છે.

Rupee-dollar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *