નવીદિલ્હી
પૂર્વ ૈંછજી અધિકારીના પત્ની અને ભાજપ નેતા સીમા પાત્રા પર તેમની નોકરાણી સુનિતાએ અનેક ગંભીર આરોપો મૂક્યા છે. સુનિતાએ જણાવ્યું કે, સીમા પાત્રાએ લોખંડની વસ્તુથી માર મારીને તેણીના દાંત તોડી નાખ્યા છે. ગરમ તવાથી શરીરના અનેક ભાગો પર ડામ આપ્યા છે, જેના નિશાન હજુ પણ જાેવા મળી રહ્યા છે. તેમના પુત્ર આયુષ્માને નોકરાણી સુનિતાને બચાવી છે અને તેમના પુત્રને કારણે જ તે હાલ જીવિત છે. સુનિતાએ જાણકારી આપી તે અનુસાર તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને ખાવા પીવાનું પણ આપવામાં આવતું ન હતું. જેના કારણે તેની શરીરમાં નબળાઈ આવી ગઈ હતી. તે યોગ્ય રીતે ઊભી પણ નહોતી થઈ શકતી તેમ છતાં તેને કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પોલીસે સુનિતાનું રેસ્ક્યૂ કર્યું છે અને રિમ્સ હોસ્પિટલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. ડોકટરોએ જણાવ્યું કે, સુનિતાને હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યારે તેનામાં ખૂબ જ નબળાઈ હતી. ધીરે ધીરે તેની શારીરિક સ્થિતિમાં સુધારો આવશે. અરગોડા પોલીસ ઈન્સ્પેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે, સુનિતા હાલ સારવાર હેઠળ છે. તે સ્વસ્થ થશે ત્યારબાદ કોર્ટમાં તેનું નિવેદન લેવામાં આવશે. સુનિતાના નિવેદન બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય દીપિકા સિંહ પાંડેએ ભાજપને ઘેર્યું છે. ટિ્વટમાં ભાજપના દિગ્ગજ નેતાઓને ટેગ કર્યા છે અને કહ્યું કે, તમારા નેતા સીમા પાત્રાને શરમ આવવી જાેઈએ, જેણે એક મહિલાને બંધક બનાવીને તેની સાથે ક્રૂરતાની તમામ હદ પાર કરી દીધી. તેની કહાની શબ્દોમાં વર્ણવી ન શકાય. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, પાવર અને પૈસાના જાેર પર એક યુવતીના દાંત તોડી નાખ્યા. ગરમ તવાથી શરીર પર ડામ આપ્યા અને અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. સ્મૃતિ ઈરાની કેમ દેખાતા અને ભાજપનો મહિલા મોરચો શું કરે છે? શું તમારી નજરમાં ગરીબ આદિવાસી યુવતી તમારી દ્રષ્ટિએ માણસ નથી? રસ્તા પર ઉતરો અને આ ઝુલ્મીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરો. મહિલા આયોગ સીમા પાત્રા સામે કાર્યવાહી કેમ કરતું નથી?


