Delhi

મેધા પાટકરની શંકાસ્પદ લેવડદેવડ મામલે ઈડીએ કેસ દાખલ કર્યો

નવીદિલ્હી
નર્મદા નવનિર્માણ અભિયાન એ મુંબઈ ચેરિટી કમિશનર સાથે નોંધાયેલ દ્ગય્ર્ં છે. મેધા પાટકર તેના મુખ્ય ટ્રસ્ટી છે. ૧૮ જૂન ૨૦૦૫ના રોજ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ૧ કરોડ ૧૯ લાખ ૨૫ હજાર ૮૮૦ રૂપિયાનું દાન મળ્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે આ તમામ રકમ ૨૦ અલગ-અલગ ખાતામાંથી સમાન રકમના ૫ લાખ ૯૬ હજાર ૨૯૪ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સ્વરૂપે જમા કરવામાં આવી હતી.ઉપરાંત આ રકમ એકત્ર કરનારા દાતાઓમાંના એક પલ્લવી પ્રભાકર ભાલેકર તે સમયે સગીર હતા. મેધા પાટકરના દ્ગય્ર્ંને જાન્યુઆરી ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ સુધી વિવિધ વ્યવહારો દ્વારા ૬ ભાગોમાં સંરક્ષણ મંત્રાલય હેઠળ માલગાંવ ડોગ શિપબિલ્ડર્સ લિમિટેડ તરફથી ૬૨ લાખનું દાન મળ્યું છે. તેથી હવે આ ખાતામાં કોણે દાન આપ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. મેધા પાટકર વિરુદ્ધ ફરિયાદ કરનારનું નામ સંજીવ કુમાર ઝા છે. અગાઉ ઝાની ફરિયાદ પર મુંબઈ પાસપોર્ટ સત્તાવાળાઓએ મેધા પાટકરનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે, ફરિયાદી ઝાએ આ કેસમાં સંગઠનાત્મક ગુનાનો આક્ષેપ કર્યો છે. તાજેતરમાં સામાજિક કાર્યકર્તા મેધા પાટકરે એક સનસનીખેજ નિવેદન આપ્યું હતું. મેધા પાટકરે કહ્યું હતુ કે જે વુહાન લેબમાંથી કોરોના ઉત્પન્ન થયો હોવાનો દાવો કરવામાં આવે છે તે વુહાન લેબોરેટરીના માલિક બિલ ગેટ્‌સ છે. મેધા પાટકર દાવો કર્યો હતો કે ચીનની વુહાન લેબોરેટરી બિલ ગેટ્‌સ ફાઉન્ડેશનની માલિકીની છે. તેણે દાવો કર્યો કે જે લેબમાંથી કોરોના બહાર આવ્યો તે બિલ ગેટ્‌સની માલિકીની છે. બિલ ગેટ્‌સ ફાઉન્ડેશને સમગ્ર વિશ્વમાં ખેતરો કબજે કરવાની યોજના બનાવી છે. અમેરિકામાં બે લાખ ૪૦ હજાર એકર જમીનના માલિક હોવા છતાં તેમની ભૂખ ઓછી થઈ નથી.ઈડ્ઢ એ દ્ગય્ર્ં નર્મદા નવનિર્માણ અભિયાનના સામાજિક કાર્યકર મેધા પાટકર વિરુદ્ધ તેમના ખાતામાંથી કથિત રીતે કેટલાક શંકાસ્પદ વ્યવહારો કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસ ૧૭ વર્ષ પહેલા ૨૦૦૫નો છે. ઈડ્ઢ ઉપરાંત પાટકર વિરુદ્ધ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ અને ઈન્કમ ટેક્સમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. એનજીઓના ખાતામાં કોણે કેટલા પૈસા આપ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફરિયાદીએ કેસમાં સંગઠનાત્મક ગુનાનો પણ આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *