Delhi

યુપીમાં ભાજપ મહિલા નેતાના મોત બાદ ઓડિયો વાયરલ થયો

નવીદિલ્હી
શ્વેતા સિંહની સંદિગ્ધ સ્થિતિમાં મોતની ઘટના પછી ઇન્ટરનેટ, મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એવી તસવીરો પણ વાયરલ થઇ રહી છે જે કોઇ બીજાે જ ઇશારો કરી રહી છે. દિપક પર આરોપ છે કે તે પોતાની પત્ની શ્વેતાને ગાળો આપતો હતો અને અપમાન પણ કરતો હતો. આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ પણ થયા છે. દિપક સિંહે શ્વેતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. શ્વેતાએ ઝઘડા દરમિયાન પોતાના પતિને કહ્યું કે મારી દીકરીઓ છે તેથી તે અહીં આવશે નહીં. પત્નીની સમસ્યાથી બિન્દાસ્ત દિપક ઉંચા અવાજમાં તેની વાત કાપતા કહ્યું કે તું અહીં નહીં રહે શ્વેતા. અલગ-અલગ વીડિયોમાં પત્ની શ્વેતા રાજેશ સિંહને ઘરે ન લાવવાની પતિને વિનંતી કરી રહી હતી. એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે દીકરો મેળવવાની ઇચ્છામાં શ્વેતાને ટોર્ચર કરવામાં આવતી હતી. કારણ કે તેમને બે દીકરી છે. દીકરો નથી. ઘટના પછી પોલીસ તપાસમાં લાગી ગઇ છે. દિપકના માતા-પિતા અને એક મોટા ભાઇ ઉપર પણ કેસ નોંધાયો છે. ચાર આરોપીઓ સામે શ્વેતા સિંહના પરિવારજનોએ કેસ નોંધાવ્યો છે. એક આરોપી દિપક સિંહની પોલીસે ધરપકડ કરી છે. હજુ ૩ આરોપી પોલીસની પકડથી દૂર છે. શ્વેતાના સસરા રિટાયર્ડ આઈપીએસ રાજબહાદુર સિંહ પણ આ કેસમાં આરોપી છે.ઓડિયોમાં એક અવાજ દિપક સિંહનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી પતિ દિપક સિંહ યુવતીઓની ડિમાન્ડ માટે પૈસાની ડીલ કરતો સંભળાય છે. ઉત્તર પ્રદેશમાં બાંદા શહેરના કોતવાલી ક્ષેત્રમાં ઇન્દિરા નગર વિસ્તારમાં ભાજપાની (હ્વદ્ઘॅ)મહિલા નેતા અને જિલ્લા પંચાયત સભ્ય શ્વેતા સિંહ ગૌરના મોત મામલે હવે ધીરે-ધીરે ખુલાસા સામે આવી રહ્યા છે. શ્વેતા સિંહ ગૌરના મોત મામલે શુક્રવારે પોલીસે તેના પતિ દિપક સિંહ ગૌરની ધરપકડ કરી છે. જ્યારે શનિવારે એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ દેહ વેપારના સિલસિલામાં વાત કરતા જાેવા મળી રહ્યા છે.

BJP-Leader-Shweta-Singh-Gaur-Death-Case.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *