Delhi

વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા જ જમ્મુમાં આતંકી હુમલો

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ એપ્રિલના રોજ જમ્મુની મુલાકાતે જવાના છે. એવા સમયે જ તેના ઠીક બે દિવસ પહેલાં અહીં આતંકી હુમલો થતા સુરક્ષા એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી મોદીની જમ્મુ મુલાકાત પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પીએમ મોદીની જમ્મુ મુલાકાત પહેલાં અહીંના સમગ્ર વિસ્તારને હાઈઅલર્ટ રખાયો હતો. જાેકે, આતંકી હુમલાને પગલે હાલ જમ્મુમાં ઠેર-ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરીને સુરક્ષા એજન્સીઓ આંતકીઓનો ઈરાદો નાકામ કરવા પ્રયાસ કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના ડી.જી.પી દિલબાગ સિંહે જણાવ્યું કે હાલ આ આતંકી હુમલાને પગલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છેકે, આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ હુમલા કરવાનું કાવતરું ઘઢ્યું હતું. આ સાથે જ જમ્મુ-કાશ્મીરના એ.ડી.જી.પી મુકેશ સિંહ જણાવ્યું હતુંકે, આતંકીઓ જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં હતાં. હજુ પણ જમ્મુ-કશ્મીરના ભિતંડી સુંજવામાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. ફરી એકવાર આતંકીઓએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળને પોતાનો નિશાનો બનાવી છે. આતંકીઓએ ચઢ્ઢા કેમ્પ પાસે સવારની પાળીમાં ફરજ પરના ૧૫ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ જવાનોને લઈ જતી બસ પર હુમલો કર્યો. આ હુમલામાં એક એ.એસ.આઈ શહીદ થયો હતો. તે જ સમયે, બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છેકે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી જમ્મુના પ્રવાસે જવાના હતા તેના ઠીક પહેલાં જ આતંકીઓએ આ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે હવે સુરક્ષા એજન્સીઓને પણ વધુ સર્તક થઈ ગઈ છે. જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ કરેલાં આ હુમલામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના એક એ.એસ.આઈ શહીદ થયા છે. જ્યારે આ ઘટનામાં બે જવાનોને ગંભીર ઈજા પહોંચી છે. હાલ આ જવાનોને સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. જમ્મુના ઉલ્લેખનીય છેકે, આ અગાઉ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ કાયરતા ભર્યું કૃત્ય કરીને આતંકીઓએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોથી ભરેલી ગાડી પર હુમલો કરીને તેમના બદઈરાદાઓેને અંજામ આપ્યો હતો. આ હુમલા અંગે જાણકારી આપતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું કે સવારની પાળીમાં ફરજ પરના ૧૫ સીઆઈએસએફ જવાનોની બસ પર જમ્મુના ચઢ્ઢા કેમ્પ નજીક સવારે ૪.૧૫ વાગ્યે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળએ આતંકી હુમલાનો જવાબ આપ્યો અને આતંકીઓને ભાગી જવા મજબૂર કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *