Delhi

સાઉદી અરબ અને યુએઈ દેશમાં ભારતીય મહિલા વર્કર્સ પર અત્યારો થઈ રહ્યા છે

નવીદિલ્હી
વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર ઈઝ્રઇ કેટગરીના ૧૮ દેશોમાંથી સાઉદી અરબ અને ેંછઈ બે દેશ એવા છે જ્યાં ભારતીય મહિલા વર્કર્સ પર સૌથી વધારે અત્યાચાર થાય છે. ૨૦૧૯ માં સાઉદી અરબમાં ૭૮ મહિલા કર્મચારીઓએ, યુએઇમાં ૫૫ મહિલાઓએ, મલેશિયામાં ૨૧ મહિલાઓએ તો કુવેતમાં ૨૦ મહિલાઓએ તેમની સાથે થતા અત્યાચારોની ફરિયાદ વિદેશ મંત્રાલયને કરી હતી. આ વર્ષે કુલ ૧૮૯ મહિલા વર્કર્સે શોષણની ઘટાનાઓ વિશે વિદેશ મંત્રાલયને જણાવ્યું. ૨૦૨૦ માં પણ વિદેશ કામ કરવા જતી ૧૫૪ મહિલા વર્કર્સે તેમની સાથે થતા અત્યાચારની આપવીતી વિદેશ મંત્રાલયને જણાવી હતી. તેમાંથી ૫૮ ફરિયાદ માત્ર સાઉદી અરબમાં નોંધવામાં આવી હતી. બીજા નંબર પર ેંછઈ રહ્યું જ્યાં ૩૯ મહિલા વર્કર્સે શોષણની ફરિયાદ નોંધાવી હતી. ૩૩ ફરિયાદો સાથે કુવેત ત્રીજા નંબર રહ્યું. ૨૦૨૧ માં પણ ભારતીય મહિલા વર્કર્સનું શોષણ કરવાના કેસમાં સાઉદી અરબ પહેલા નંબર છે. વિદેશ મંત્રાલય સુધી ૬૦ મહિલાઓએ પોતાની ફરિયાદ નોંધાવી છે. ેંછઈ અને કુવેતમાં ૨૨ મલેશિયામાં ૧૯ મહિલા વર્કર્સે તેમના શોષણની ફરિયાદ નોંધાવી છે. આ વર્ષે પણ અત્યાર સુધીમાં સામે આવેલા આંક્ડા અનુસાર સાઉદી અરબમાં ૬ ફરિયાદી સાથે ભારતીય મહિલા વર્કર્સ પર અત્યાચાર કરવાના કેસમાં પહેલા નંબર પર છે. કુવકામાં અત્યાર સુધી ૪, મલેશિયા અને ેંછઈ માં ૩-૩ મહિલા કર્મચારીઓના શોષણની ફરિયાદ સામે આવી છે. જાે કે, આ ૧૮ દેશમાંથી ઇન્ડોનેશિયા, લેબનાન, લિબિયા, સૂડાન, સાઉથ સૂડાન, સીરિયા, યમન આ સાત દેશ એવા છે જ્યાં કોઈપણ ભારતીય મહિલા કર્મચારીએ ૨૦૧૯ થી અત્યારસુધીમાં કોઈ પણ પ્રકારના શોષણની ફરિયાદ કરી નથી.પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા વિદેશોમાં કામ કરવા જતી મહિલા વર્કર્સને વિદેશમાં ઘણા પ્રકારના અત્યાચારોનો સામનો કરવો પડે છે. ઈઝ્રઇ અને ખાડી દેશોમાં ભારતીય દૂતાવાસ પર મહિલા વર્કર્સના શોષણની ફરિયાદ કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર ભારતીય મહિલા કર્મચારીઓ પર અત્યાચાર કરવાના મામલે સાઉદી અરબ અને યુએઈ અવ્વલ છે. એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈઝ્રઇ તેમને વિદેશોમાં મહિલા કર્મચારીઓ પરના અત્યાચારની ઘણી ફરિયાદો મળે છે. ઈઝ્રઇ એવા દેશ છે જેમાં કામ કરવા માટે જતી ભારતીય નર્સો અને ઈઝ્રઇ ઁછજીજીર્ઁંઇ્‌ માટે થયેલા ભારતીયોને ઈસ્ૈંય્ઇછ્‌ૈર્ંંદ્ગ ક્લિયરેન્સ લેવું જરૂરી હોય છે. વિદેશ મંત્રાલયે સાઉદી અરબ અને ેંછઈ સહિત ૧૮ દેશોને ઈઝ્રઇ દેશ જાહેર કર્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ ૧૮ દેશોમાં મહિલા વર્કર્સ તરફથી ઘણી ફરિયાદો આવે છે. ભારતીય મહિલા કર્મચારીઓની ફરિયાદ અનુસાર આ દેશમાં તેમને સેલેરી આપવામાં આવતી નથી. લેબર અધિકાર આપવામાં આવતો નથી. તેમને દેશમાં રહેવા માટે જરૂરી રેસિડેન્ટ પરમિટ રિન્યૂ કરવામાં આવતા નથી. ઓવરટાઈમ ભથ્થું આપવામાં આવતું નથી. અઠવાડિયામાં કોઈ રજા આપવામાં આવતી નથી. નક્કી કલાકોથી વધારે કલાકો સુધી કામ કરાવવામાં આવે છે. કોન્ટ્રેક્ટ પૂર્ણ થયા બાદ પણ ઈઠૈં્‌ વીઝાની પરમીશન આપવામાં આવતી નથી. મેડિકલ અને ઇન્શ્યોરન્સ જેવી જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. એટલું જ નહીં મેડ તરીકે કરતી મહિલાઓને કેદ કરવાની પણ ફરિયાદો સામે આવી છે. ઈઝ્રઇ એટલે કે ઈસ્ૈંય્ઇછ્‌ૈર્ંંદ્ગ ઝ્રૐઈઝ્રદ્ભ ઇઈઊેંૈંઇઈડ્ઢ પાસપોર્ટ ભારતીય પાસપોર્ટની કેટેગરી છે. જાે તમે ૧૦ પાસ કર્યું નથી અથવા તમે ધોરણ ૧૦ અથવા હાયર એજ્યુકેશનનું તમારું સર્ટિફિકેટ રજૂ કર્યું નથી તો તમારો પાસપોર્ટ ઈઝ્રઇ કેટેગરીનો બનશે. જ્યારે તમે ઈઝ્રઇ દેશમાં કામ કરવા જશો તો તમારે ઇમીગ્રેશન ચેકિંગમાંથી પસાર થવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *