નવીદિલ્હી
રાજ્યસભામાં મંગળવારે બિલ પસાર થાય તે પહેલા ૨૦૦ થી વધુ ધ્વની મત લેવામાં આવ્યા હતા. એક જટિલ પ્રક્રિયા પછી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીની સંસ્થાઓની કામગીરીમાં સુધારો કરવા માટે લાવવામાં આવેલા બિલને આખરે મંગળવારે મંજૂર કરવામાં આવ્યું હતું. ગૃહમાં કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા સુધારાને નકારી કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં બહુમતી જાેયા બાદ, નાણાપ્રધાન દ્વારા લાવવામાં આવેલા બીલને મંજૂર કરવામાં આવ્યુ હતુ. આ બિલ ગયા અઠવાડિયે જ લોકસભામાં પસાર થયું હતું. ખાસ વાત એ હતી કે બિલ પર ચર્ચા અને નાણામંત્રીના જવાબમાં કુલ ૨ કલાક ૨૦ મિનિટનો સમય લાગ્યો હતો. આ બિલને પસાર કરવામાં ગૃહનો ૧૮ ટકા સમય લાગ્યો હતો. ઝ્રઁૈં(સ્)ના જ્હોન બ્રિટાસે સુધારા માટે નિયમ ૧૬૩ હેઠળ નોટિસ આપી હતી. જ્યારે સીપીઆઈના બિનય વિશ્વમે પણ કેટલાક સુધારાની દરખાસ્ત કરી હતી. ગૃહ દ્વારા બીલની તમામ દરખાસ્તોને મંજૂરી લેવી જરૂરી હતી. આ કારણે બિલ પસાર કરવા માટે રાજ્યસભામાં ૨૦૦ વખત ધ્વની મત લેવામાં આવ્યો હતો. બિલ પરની ચર્ચાના જવાબમાં સીતારમણે કહ્યું કે, આ બીલમાં એવી કોઈ જાેગવાઈ નથી, જે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઓની સ્વાયત્તતાનું ઉલ્લંઘન કરતી હોય. તેમણે એમ પણ કહ્યું કે સરકારનો આ ત્રણેય સંસ્થાઓના કામકાજમાં દખલગીરી કે હસ્તક્ષેપ કરવાનો કોઈ ઈરાદો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી. નાણામંત્રીએ કહ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરી સાથે સંબંધિત સંસ્થાઓ અલગથી કામ કરે છે. તેમણે કહ્યું કે આ ત્રણ સંસ્થાઓના સંચાલન અંગે કાયદો લાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેઓ અલગ-અલગ કાયદા હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે યુએસએ, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં આ ક્ષેત્રમાં સારું કામ થયું છે. અમે આ સારા અનુભવોની તર્જ પર પારદર્શિતા અને જવાબદારી લાવવા માંગીએ છીએ, એમ નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું.
