Delhi

૧૫ વર્ષમાં ભારત ફરી બનશે અખંડ રાષ્ટ્રઃ મોહન ભાગવત

નવીદિલ્હી
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે આવનારા ૧૫ વર્ષમાં ભારત એક સંયુક્ત રાષ્ટ્ર બનવાની કલ્પના અમે કરી છે. હરિદ્વારમાં તેમના પ્રવાસ દરમિયાન તેમણે જણાવ્યું છે કે સનાતન ધર્મ એ હિંદુ રાષ્ટ્ર છે. ભારત ૧૫ વર્ષમાં ફરી અખંડ ભારત બનશે અને આ બધું આપણે પોતાની આંખોથી જાેઈશું. તેમણે જણાવ્યું કે અમે માત્ર અહિંસાની વાત કરીશું, પરંતુ આ વાત હાથમાં લાકડી લઈને કહીશું. આપણા મનમાં કોઈ દ્વેષ, દુશ્મની નથી, પણ દુનિયા માત્ર શક્તિને જ માનતી હોય તો આપણે શું કરીએ? ભાગવતે વધુ માં કહ્યું કે સનાતન ધર્મનો વિરોધ કરનારા કહેવાતા લોકોનો પણ તેમાં સહયોગ છે. જાે તેણે વિરોધ ન કર્યો હોત તો હિંદુ જાગ્યા ન હોત, કારણ કે તે સૂતેલા છે. તેમણે જણાવ્યું કે, ભારતનો ઉદય થશે તો ધર્મથી જ ઉદય થશે. સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે ધર્મનો ઉદ્દેશ્ય એ જ ભારતનો ઉદ્દેશ્ય છે, ધર્મના ઉત્થાન માટે પ્રયત્નો થશે તો જ ભારતનો ઉદય થશે. જે તેને રોકે છે તે દૂર થશે, તેનો નાશ થશે. સંતોએ સંઘ પ્રમુખના હરિદ્વાર પ્રવાસ દરમિયાન સંતોએ તેમની સમક્ષ દેશને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની માંગ ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *