નવીદિલ્હી
જેઓ ૧૮ વર્ષથી વધુ ઉંમરના છે અને જેમને ૯ મહિના પહેલા અથવા ૩૯ અઠવાડિયા પહેલા રસીનો બીજાે ડોઝ લીધો છે, તેઓ ત્રીજાે ડોઝ લઈ શકે છે. સરકારે પહેલા બે ડોઝ મફતમાં આપ્યા હતા. પરંતુ હવે ત્રીજાે ડોઝ લેવા માટે તમારે પૈસા આપવા પડશે. ૧૮ વર્ષથી વધુની ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ પ્રાઇવેટ વેક્સિન સેન્ટર પણ ડોઝ મળશે. આ સેન્ટર્સ ટૂંક સમયમાં જ બુસ્ટર ડોઝની કિંમતો જાહેર કરશે અને તેને કોવિન (ર્ઝ્રઉૈહ) પોર્ટલ પર દર્શાવવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદાર પૂનાવાલાએ કહ્યું છે કે, કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝની કિંમત ૬૦૦ રૂપિયા હશે. તેની સાથે રાજ્યો અનુસાર ટેક્સ પણ ઉમેરવામાં આવશે. જ્યારે ભારત બાયોટેક દ્વારા હાલમાં કોવેક્સીન બૂસ્ટર ડોઝની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આશા છે કે કંપની આ અંગે જલ્દી ર્નિણય લેશે. રસીનો ત્રીજાે ડોઝ પણ તમે લીધેલા પ્રથમ અને બીજા ડોઝ જેવો જ હશે. એટલે કે, જાે તમે પહેલા કોવેક્સીન લીધી હોય, તો તમારે તે જ રસી લેવી પડશે. એ જ રીતે જાે તમને અગાઉ કોવિશિલ્ડ મળી હોય, તો તમારે ફરીથી કોવિશિલ્ડ રસી જ લેવી પડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કો-વિન પ્લેટફોર્મ દ્વારા લોકોને જીસ્જી મોકલવામાં આવશે. એટલે કે, જાે તમે ૯ મહિના પહેલા રસી લીધી હોય, તો તમને તેના વિશે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. પહેલાની જેમ રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવામાં આવશે. તેથી જેઓ ર્ઝ્રઉૈહ પર સ્લોટ બુક કરવા માંગતા નથી, તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ લેવા માટે જઈ શકે છે.ભારતમાં હાલ દરરોજ કોરોનાના લગભગ એક હજાર કેસ આવી રહ્યા છે. દેશના લગભગ તમામ રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. પણ સંકટ હજુ ટળ્યું નથી. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં પણ કોરોનાની ચોથી લહેર આવી શકે છે. તેથી સાવચેતીના ભાગરૂપે ભારત સરકારે તમામ પુખ્ત વયના લોકોને કોરોના રસીનો ત્રીજાે ડોઝ આપવાની જાહેરાત કરી છે. આ લોકો ૧૦ એપ્રિલ એટલે કે રવિવારથી રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે.


