Delhi

૨૧ એપ્રિલથી આઈટીઆર ફાઈલ કરવાના નિયમોમાં મોટો ફેરફાર

નવીદિલ્હી
નાણામંત્રાલય તરફથી જાહેર આ નોટિફિકેશન અનુસાર, હવે અલગ ઇનકમ ગ્રુપ અને આવકવાળા લોકોને પણ ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવું પડશે. નવા નિયમ હેઠળ હવે વધુમાં વધુ લોકોને ટેક્સના દાયરામાં લાવવામાં આવશે. આ નવા નિયમ ૨૧ એપ્રિલથી લાગૂ માનવામાં આવશે. નવા નિયમ અનુસાર જાે કોઇ કારોબારમાં વેચાણ, ટર્નઓવર અથવા ઇનકમ ૬૦ લાખથી વધુ છે તો કારોબારીને રિટર્ન ફાઇલ કરવું પડશે. જાે કોઇ નોકરિયાતની કમાણી વાર્ષિક ૧૦ લાખથી વધુ છે તો તેમને ૈં્‌ઇ ્‌ઝ્રજી ની રકમ એક વર્ષમાં ૨૫,૦૦૦ થી વધુ છે ત્યારે પણ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. તમને જણાવી દઇએ કે ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના ટેક્સપેયર્સ માટે ્‌ડ્ઢજી ્‌ઝ્રજી ની લિમીટ ૫૦,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. નવા નોટિફિકેશનના અનુસાર બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ ૧ વર્ષમાં ૫૦ લાખ અથવા તેનાથી વધુ છે, તો એવા ડિપોઝિટર્સને પણ પોતાનું રિટર્ન ફાઇલ કરવું પડશે. ૨૧ એપ્રિલથી નવા નિયમ લાગૂ માનવામાં આવશે. સરકારનું માનવું છે કે નવા ફેરફારોથી ઇનકમ ટેક્સ ફાઇલિંગનો દાયરો વધારવામાં આવશે અને વધુમાં વધુ લોકોને ટેક્સ નેટમાં લાવવામાં આવશે. જાે તમે પણ ટેક્સપેયર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમોમાં ફેરફાર કરી દીધો છે. જાેકે સરકારે વધુ લોકોને ટેક્સ બ્રેકેટમાં લાવવા માટે ઇનકમ ટેક્સ ફાઇલિંગનો દાયરો વધારી દીધો છે. નાણામંત્રાલયે તેની જાણકારી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *