નવીદિલ્હી
એશિયા કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને સાંપડેલી નિષ્ફ્ળતાને પાછળ છોડીને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં આયોજિત ્૨૦ વર્લ્ડ કપ રમવા પહોંચી ચૂકી છે. રોહિત શેટ્ટીના નેતૃત્વમાં ભારતીય ટીમ તેનો પહેલો મુકાબલો ૨૩ ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ ઈન્જર્ડ ખેલાડીઓથી પરેશાન છે અને ખાસ કરીને, ટીમના જાજરમાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી ભારતના વર્લ્ડ કપ કેમ્પેઇનને નડશે એ વાત ચોક્કસ છે. ભારતીય ટીમમાં બુમરાહને સ્થાને મોહમમદ શામીને જગ્યા આપવામાં આવી છે અને રિઝર્વ બોલર તરીકે શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને રાખવામાં આવ્યા છે. વર્લ્ડ કપની તૈયારીઓ વિશે રોહિત શર્માએ કહ્યું હતું કે, મેં મેચના રિઝલ્ટની ચિંતા કર્યા વગર રીસ્ક લેવાનું નક્કી કરી દીધું છે અને મને લાગે છે કે, ્૨૦ ફોર્મેટમાં રમવા માટે આ જ સાચો રસ્તો છે. આ ફોર્મેટમાં રીસ્ક રહેલું છે. એક ઓવર બેટિંગ કે બોલિંગ ટીમ તરફ મેચ ફેરવી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં અમે ઘણાં બધા ચેન્જ કર્યા છે. રીસ્ક સામે મોટો ફાયદો પણ મળી શકે છે. અનેકવાર તમારે બાકીની ચિંતાઓ છોડીને હિંમતથી કામ લેવું પડે છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૨૨ના ્૨૦ ફોર્મેટને મેં નજીકથી જાેયું છે. છેલ્લા થોડા સમયમાં આ ગેમ ઘણી બદલાઈ છે.


