Delhi

Tiger 3 ને લઇ સલમાન ખાને કરી મોટી જાહેરાત

નવીદિલ્હી
સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર-૩’ની રિલીઝ ડેટ ફરી એક વાર બદલાઈ ગઈ છે. દબંગ ખાને પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા નવી રિલીઝ ડેટ અંગે જણાવ્યું છે. ટાઇગર અને ઝોયા ફરી એક વાર મોટા પરદા પર પોતાનો સ્વેગ બતાવશે પરંતુ તમારે થોડી રાહ જાેવી પડશે. દબંગ ખાનની આ ફિલ્મ આવનારી દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મમાં ફરી એક વાર સલમાન ખાન અને કેટરીના કેફની જાેડી જાેવા મળશે. મજાની વાતએ છે કે સલમાન ખાનની આ ફિલ્મ દેશભરમાં અલગ-અલગ ભાષામાં રિલીઝ થશે. હિન્દી સાથે સાથે એને તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે. દિવાળી ૨૦૨૩નો સીધો મતલબ તમારે આખું વર્ષ રાહ જાેવી પડશે. સલમાન ખાને ફિલ્મની ઝલક શેર કરતા આ એલાન કર્યું છે. નિર્દેશક મનીષ શર્માની આ ફિલ્મનું પ્રોડક્શન આદિત્ય ચોપરા કરી રહ્યા છે. ફિલ્મ એનાઉન્સ પછીથી જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે ‘ટાઇગર’ સિરીઝની છેલ્લી બે ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. ખબરોમાં માનીએ તો ફિલ્મ ‘ટાઇગર ૩’ દ્વારા શાહરુખ ખાનની પઠાણ અને ટાઇગર યુનિવર્સને સાથે લાવશે. શાહરુખ અને સલમાન આમ તો પહેલા પણ સાથે એક બીજા સાથે કામ કરી ચુક્યા છે પરંતુ આ પહેલી વખત બંનેની ફિલ્મોની સ્ટોરી એકબીજા સાથે લિંક હશે.

File-01-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *