Delhi

અફઘાનિસ્તાન પર જાેઈન્ટ વર્કિગ ગ્રુપનું થશે ગઠન

નવીદિલ્હી
શિખર સંમેલનમાં મોદીએ આગામી ૩૦ વર્ષ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. તેમને કહ્યું કે આ ર્નિણય થયો છે કે ભારત અને મધ્ય એશિયાઈ દેશોના નેતા દર બે વર્ષમાં શિખર સંમેલન સ્તરની બેઠક કરશે અને ૨૦૨૪માં આગામી શિખર સંમેલન થવાની સંભાવના છએ. સંધૂએ કહ્યું કે બેઠકમાં નેતાઓને અફઘાનિસ્તાન પર નજીકના પરામર્શ ચાલુ રાખવા માટે સંમત થયા હતા. વરિષ્ઠ અધિકારીઓના સ્તર પર અફઘાનિસ્તાનના સંબંધમાં એક સંયૂક્ત કાર્ય સમૂહ ગઠિત કરવાનો પણ ર્નિણય કરવામાં આવ્યો. તેમને કહ્યું કે ભારત અને મધ્ય એશિયાઈ દેશ આતંકવાદ અને ડ્રગ હેરફેરના જાેખમનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. સંધૂએ કહ્યું કે ભારત અને મધ્ય એશિયાના ઈચ્છુક દેશોની વચ્ચે આતંકવાદ વિરોધી સંયૂક્ત અભ્યાસ કરવામાં આવશે. નેતાઓએ યૂએનએસસી પ્રસ્તાવ ૨૫૯૩ની મહત્વની પુષ્ટી કરી. જે સ્પષ્ટ રીતે માંગ કરે છે કે અફઘાન વિસ્તારનો ઉપયોગ આતંકવાદી કાર્યને આશ્રય આપવા, પ્રશિક્ષણ આપવા, યોજનાઓ બનાવવા માટે ના કરવામાં આવે અને સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સ્વીકૃત તમામ આતંકવાદી સમૂહોની વિરૂદ્ધ કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવે. તે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર પરામર્શ ચાલુ રાખવા સહમત થયા. આ સંદર્ભમાં તેમને વરિષ્ઠ અધિકારીઓ સ્તર પર અફઘાનિસ્તાન પર એક સંયૂક્ત કાર્ય સમૂહની સ્થાપના કરવાનો ર્નિણય કર્યો. નેતાઓએ એ પણ કહ્યુંકે અફઘાનિસ્તાનથી સંબંધિત મુદ્દાઓ પર એક વ્યાપક ‘ક્ષેત્રીય સહમતિ’ છે. જેમાં એક વાસ્તાવિક પ્રતિનિધિ અને સમાવેશી સરકારનું ગઠન, આતંકવાદ અને ડ્રગ્સ જેવા પદાર્થોની તસ્કરીનો સામનો કરવો, સંયૂક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા માટે તાત્કાલિક માનવીય સહાયતા પ્રદાન કરવી સામેલ છે. આ સંબંધમાં નેતાઓએ જુલાઈ ૨૦૨૨માં તાશકંદમાં એસસીઓની શરૂઆતમાં અફઘઆનિસ્તાન પર એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવા માટે ઉજ્બેકિસ્તાનની પહલનો ઉલ્લેખ કર્યો.ભારત અને પાંચ મધ્ય એશિયાઈ દેશોએ ગુરૂવારે વરિષ્ઠ અધિકારીઓના સ્તર પર અફઘાનિસ્તાનને લઈ એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના સચિવ રીનત સંધૂએ આ જાણકારી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી પહેલા ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની કરી. તેમાં કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ જુમરાત તોકાયેવ, ઉઝ્‌બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામ અલી રહમાન, તુર્કેમેનિસ્તાનના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્દીમુહમ્મદેવો અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સદ્ર જાપારોપે ભાગ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *