Delhi

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સરકારની ડેડલાઈન

નવીદિલ્હી
જાે તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો નથી તો તાત્કાલીક ભરી દો. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીક ૩૧ જુલાઈ છે. સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રાજસ્વ સચિવે કહ્યું છે કે ૩૧ જુલાઈથી આગળ ૈં્‌ઇ ભરવાની તારીખ વધારવાનો હાલ કોઇ વિચાર નથી. તમને જણાવી દઈએ કે, નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત ૧૫ જુલાઈ ૨૦૨૨ થી થઈ ગઈ છે. જાે તમને તમારી ઓફિસમાંથી ફોર્મ ૧૬ મળી ગયું છે તો વિલંબ કર્યા વગર તેને ભરી દો. જાે તમે ડેડલાઈન પહેલા તેને ભરશો નહીં તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. આ ઉપરાંત જ્યારે ઇન્કમ ટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઈટ પર વધારે ટેક્સપેયર્સ રિટર્ન ફાઈલિંગ કરે છે તો લોડ વધી જાય છે. એવામાં જાે તમે પણ ઇન્કમ ટેક્સ ફાયલિંગમાં આવતી સમસ્યાથી બચવા ઇચ્છો છો તો છેલ્લી તારીકની રાહ ન જાેશો. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માટે વગર કોઈ લેટ ફિસના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીક ૩૧ જુલાઈ ૨૦૨૨ છે. જાે તમે ડેડલાઈન બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો તો ઇન્કમ ટેક્સના સેક્શન ૨૩૪છ અને અંડર સેક્શન ૨૩૪હ્લ હેઠલ તમારે પેનલ્ટી સાથે ટેક્સ પર વ્યાજ પણ આપવું પડશે.

09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *