નવીદિલ્હી
પબ્લિક પ્રોવિડન્ટ ફંડએ રોકાણ કરવાની સારી રીત છે. તેનું મુખ્ય કારણ તેમાં રોકાણ કરાયેલી રકમ પર ટેક્સ મુક્તિ, મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી રિટર્ન અને સરકારનો વિશ્વાસ છે. હાલમા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર વાર્ષિક વ્યાજ દર હાલમાં ૭.૧ ટકા છે. પીપીએફ ખાતા સંબંધિત નિયમો કડક છે. જાે તમે એકથી વધુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતા ખોલાવ્યા છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જાે કોઈ થાપણદારે એક કરતા વધુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતા ખોલાવ્યા હોય તો બીજા અને ત્યારપછીના ખોલેલા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નિયમો ૨૦૧૯ મુજબ રોકાણકારના નામે એક કરતાં વધુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ રાખી શકાતું નથી. પીપીએફ ખાતાઓને રોકાણનો આકર્ષક વિકલ્પ માનવામાં આવે છે. રોકાણકારો ઘણીવાર એક કરતાં વધુ ખાતા ખોલે છે. જાે કે નિયમો અનુસાર રોકાણકાર ફક્ત એક જ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલી શકે છે. એક કરતાં વધુ ખાતા ધરાવતા રોકાણકારો માટે સરકારે ખાસ સંજાેગોમાં ખાતાઓને મર્જ કરવાની સુવિધા પણ આપી છે. જાેકે કેટલીક શરતો તેમને લાગુ પડે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નિયમો ૨૦૧૯ મુજબ રોકાણકારના નામે એક કરતાં વધુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ રાખી શકાતું નથી. જાે કોઈ રોકાણકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નિયમો ૨૦૧૯ મુજબ ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ અથવા તે પછી એક કરતાં વધુ ખાતા ખોલ્યા હોય, તો આવા વધારાના ખાતા બંધ કરવામાં આવશે અને તેના પર પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, સરકારે આ તારીખે અથવા તે પછી ખોલવામાં આવેલા ખાતાઓના વિલીનીકરણ અંગે ચિત્ર સાફ કર્યું છે. પરિપત્ર મુજબ જાે તમે ૧૨ નવેમ્બર, ૨૦૧૯ પછી વધારાના ખાતા ખોલ્યા છે તો તમે તેને મર્જ કરી શકતા નથી. આવા વધારાના ખાતાઓ પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં. પોસ્ટલ વિભાગે એક કરતા વધુ ખાટાં મામલે સ્પષ્ટતા કરી હતી જેમાં તેને વધારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ રાખવા અને એક જ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં અન્ય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ મર્જ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવ્યું હતું. પરિપત્ર મુજબ જ્યારે પણ કોઈ થાપણદારે એક કરતા વધુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતા ખોલાવ્યા હોય ત્યારે બીજા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે કારણ કે વ્યક્તિ પબ્લિક પ્રોવિડન્ટ ફંડયોજના હેઠળ માત્ર એક જ ખાતું ખોલી શકે છે. થાપણદાર પાસે આ વિકલ્પ છે રોકાણકારો પાસે તેમની પસંદગીનું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ જાળવી રાખવાનો વિકલ્પ હશે. આ માટે શરત એ છે કે ખાતામાં જમા રકમ નિયત મર્યાદામાં હોવી જાેઈએ. હાલમાં તે પ્રતિ કારોબારી વર્ષ રૂ ૧.૫ લાખ છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલવાના નિયમો ૧૫ વર્ષની પાકતી મુદત ધરાવતું આ ખાતું કોઈપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે પરંતુ વ્યક્તિ પોતાના નામે માત્ર એક જ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલાવી શકે છે. પછી ભલે તે બેંકમાં ખોલવામાં આવે કે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે પણ એકજ ખાતું હોવું જરૂરી છે.


