નવીદિલ્હી
ભારતીય દિગ્ગજ એમએસ ધોની અને વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ના પ્રેક્ટિસ સેશન દરમિયાન મળ્યા હતા. તમામ ૧૦ ફ્રેન્ચાઇઝી ટી૨૦ લીગની ૧૫મી આવૃત્તિ માટે તૈયારી કરી રહી છે. ૈંઁન્ ૨૬ માર્ચથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેકેઆર વચ્ચે રમાવાની છે. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી મળ્યા હતા અને ખાસ વાત એ છે કે બંને દિગ્ગજ આ વખતે કેપ્ટન નથી. વિરાટ કોહલીએ ગત સિઝનમાં સુકાનીપદ છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે ધોનીએ તાજેતરમાં કેપ્ટનશીપ છોડી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીના સ્થાને રવિન્દ્ર જાડેજાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ધોની અને કોહલીની મીટિંગનો ફોટો આરસીબીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે બંને દિગ્ગજાે પ્રેક્ટિસ દરમિયાન મળ્યા હતા. ગયા વર્ષે ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈએ દ્ભદ્ભઇ સામે જીત મેળવી હતી. આ વખતે પહેલી જ મેચમાં ચેન્નાઈનો મુકાબલો દ્ભદ્ભઇ સામે થશે. જાે કે, ટીમોના ખેલાડીઓ ઘણા હદ સુધી બદલાયા છે. બંને ટીમના કેપ્ટન પણ બદલાયા છે. ચેન્નાઈ પાસે જાડેજા છે જ્યારે કેકેઆર પાસે શ્રેયસ અય્યર કેપ્ટન છે. ઇઝ્રમ્એ ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશિપ સોંપી છે. ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે પીળા રંગમાં શાનદાર કેપ્ટનશીપ. એક પ્રકરણ ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. હંમેશા સન્માન રહેશે. આઈપીએલના સૌથી સફળ કેપ્ટનની વાત કરવામાં આવે તો માહીનું નામ પણ આવે છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ ચાર વખત આ ખિતાબ જીત્યો છે. રોહિત શર્મા પછી આ મામલે તેનું બીજું સ્થાન આવે છે. તો બીજી તરફ વિરાટ કોહલીની કપ્તાનીમાં ઇઝ્રમ્ હજુ ૈંઁન્ નું એક પણ ટાઇટલ જીત્યું નથી.


