Delhi

ઓમિક્રોન સંક્રમિત બાળકોમાં હાર્ટ એટેકનું જાેખમ વધી જાય છે ઃ રિસર્ચ

ન્યુદિલ્હી
વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ છે. ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા બાળકોમાં હાર્ટ એટેકનું જાેખમ પણ વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે બાળકોમાં કોરોનાને કારણે તેમની સ્થિતિ ગંભીર બની રહી છે. શ્વાસ લેવા માટે તેને ટ્યુબ લગાવવી પડી રહી છે. સ્થિતિ વારંવાર બગડવાની સાથે, આ બાળકોમાં હાર્ટ એટેકનું જાેખમ વધી જાય છે. આ અભ્યાસ ગયા અઠવાડિયે જામા પેડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ ૧૯ વર્ષની વય સુધીના હોસ્પિટલમાં દાખલ ૧૮,૮૪૯ કોરોના દર્દીઓ પર રીસર્ચ કર્યું હતું. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી અને યુએસની સ્ટોની બ્રુક યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનથી પુરી રીતે હાવી થતાં પહેલા ૪થી ૫ વર્ષના બાળકમાં જાેખમ વધુ હતું. તો ઓમિક્રોનની સક્રિય લહેરની વચ્ચે બે વર્ષ સુધીના બાળકમાં તેનું જાેખમ વધી જાય છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાં કરવામાં આવેલા અભ્યાસમાં, સંશોધકોએ ૧૯ વર્ષની વય સુધીના લોકો પર હોસ્પિટલમાં દાખલ ૧૮,૮૪૯ કોરોના દર્દીઓ પર રોગની અસર પર રિસર્ચ કર્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ભારતમાં મહામારીનો ખતરો પહેલા જેટલો નથી. જાે કે સમયાંતરે વેવ આવતી રહેશે. પરંતુ એન્ટિ-કોરોના રસી દ્વારા ચેપની અસરને હળવી રાખી શકાય છે. બીજી તરફ, ભારતની સ્વદેશી રસી ર્ઝ્રદૃટ્ઠટૈહ હવે ઉત્તર અમેરિકામાં પણ પહોંચી ગઈ છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ યુએસ અને કેનેડા માટે ઓક્યુજેન કંપની સાથે જાેડાણ કર્યું હતું. દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૭ નવા કેસ અને માત્ર એક સંક્રમિતનું મોત થયું છે. દેશમાં સોમવારે ઘણા દિવસો બાદ બે હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે દેશમાં ૨૧૮૩ નવા કેસ અને ૨૧૪ સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે ૧૧૫૦ નવા કેસ નોંધાયા અને ૪ સંક્રમિતોના મોત થયા હતા.. શનિવારે ૯૭૫ નવા કેસ અને માત્ર ૪ સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧,૮૬૦ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૧,૯૬૬ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૧૧,૭૦૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૬,૭૨,૧૫,૮૬૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૬,૮૯,૯૯૫ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *