નવીદિલ્હી
ગ્રેટર નોઈડા. ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રવિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો સામસામે ટકરાતાં આ અકસ્માત થયો હતો. ગ્રેટર નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, નોલેજ સ્ટેશન પાર્કા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર બે બસો વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નોઈડામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમજ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી. મુખ્યમંત્રીએ ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપી હતી.


