Delhi

ગ્લેન મેક્સવેલ રાજસ્થાન સામેની મેચમાં નહીં રમે ઃ હેસન

નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મુંબઈ પહોંચી ગયો છે અને તેણે પોતાનું ક્વોરેન્ટાઈન પૂરું કર્યા બાદ તેની ટીમ ઇઝ્રમ્ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે શું મેક્સવેલ આજે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રમશે કે નહીં. આ પ્રશ્ન અંગે બેંગ્લોર તરફથી જવાબ આપવામાં આવ્યો છે અને મેક્સવેલ આ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રીય ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી હોય ત્યારે કોઈ પણ કરારબદ્ધ ખેલાડી અન્ય જગ્યાએ ક્રિકેટ રમી શકશે નહીં. આ વાતની પુષ્ટિ આરસીબીના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસને પણ કરી છે. સોશિયલ મીડિયા પર ફ્રેન્ચાઇઝી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં હેસને ખુલાસો કર્યો છે કે મેક્સવેલ રાજસ્થાન સામેની મેચમાં નહીં રમે. પરંતુ ૯ એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ચોક્કસ સામેલ થશે. હેસને વીડિયોમાં કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણથી તે સ્પષ્ટ છે કે ૬ એપ્રિલ પહેલા ઓસ્ટ્રેલિયાના કોઈ ખેલાડી ઉપલબ્ધ નથી. તેથી, જાે તે અહીં હશે તો પણ તે ૬ઠ્ઠી સુધી રમી શકશે નહીં. અમે આ વાતથી સારી રીતે વાકેફ છીએ. તે ૯મીએ મેચ માટે ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસ પર છે અને આ પ્રવાસ આજે યોજાનારી ્‌૨૦ મેચ સાથે સમાપ્ત થશે. આ પછી, તમામ ખેલાડીઓ ૬ એપ્રિલથી રમવા માટે ઉપલબ્ધ રહેશે. જાે કે મેક્સવેલ આ પ્રવાસ પર ગયો ન હતો. પરંતુ તે તેના લગ્નને કારણે લીગમાં મોડેથી જાેડાયો હતો. તેણે પ્રવાસ માટે તેની અનુપલબ્ધતા અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પહેલેથી જ જાણ કરી દીધી હતી. વર્તમાન સિઝનમાં, બેંગ્લોર ટીમને મિડલ ઓર્ડરમાં એક અનુભવી બેટ્‌સમેનની ખોટ છે અને મેક્સવેલ તે જગ્યાને સારી રીતે ભરી શકે છે. આ સમયગાળા દરમિયાન બેંગ્લોરે અત્યાર સુધીમાં ૨ મેચ રમી છે અને એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.v

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *