Delhi

દિલ્હીમાં વિદ્યાર્થીઓએ પ્રેગ્નન્ટ શ્વાનને લાકડીઓ વડે માર્યો માર અને મેદાનમાં પણ ઘસડ્યો

નવીદિલ્હી
દિલ્હીમાં ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે જે માનવતાને શર્મસાર કરી દેશે. અહીં ૨૫ વિદ્યાર્થીઓના એક ગ્રુપે એક પ્રેગ્નન્ટ સ્ટ્રીટ ડોગની સાથે પહેલા ગેંગરેપ કર્યો અને તેના પછી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ દક્ષિણ દિલ્હીની ડોન બોસ્કો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ હતા અને બે સિનિયર સ્ટાફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, ઘટના સમયે ઈન્સ્ટિટ્યૂટના બે ભાઈઓ પણ સ્ટાફની સૂચના પર કથિત રીતે હાજર હતા. દિલ્હીમાં કૂતરાને મારવાના બે વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે કૂતરો ટીનનાં શેડમાં છુપાયેલો છે અને એકદમ ડરી ગયો છે. ત્યાં શેડની બહાર એક વ્યક્તિ લાકડી લઈને ઉભો છે. તેઓ ત્યાં ઉભેલા બાકીના લોકોને કૂતરાને મારવાનું કહી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં એક માણસ મૃત કૂતરાને ખેંચીને લઈ જતો જાેઈ શકાય છે. તો બીજી તરફ કેટલાક લોકો આવા કૃત્ય પર હસતા જાેવા મળે છે. આવો જ એક કિસ્સો હૈદરાબાદથી સામે આવ્યો છે, જ્યાં એક ગલુડિયાને પહેલા દોરડાથી બાંધીને ઝાડ પર લટકાવવામાં આવ્યો અને પછી ચોથા માળેથી ફેંકી દેવામાં આવ્યો. આ કેસમાં ૧૯ વર્ષના યુવકને આરોપી બનાવવામાં આવ્યો છે. હૈદરાબાદના મેલારદેવપલ્લી સર્કલ ઈન્સ્પેક્ટર પી મધુએ જણાવ્યું કે આ કેસમાં આરોપીને ૫ વર્ષની સજા થઈ શકે છે, પરંતુ તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી તેની ધરપકડ થઈ શકે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો તે સમયે તે નશામાં હતો. જાેકે, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે કિશોરનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *