નવીદિલ્હી
પોલેન્ડની મેડિકલ યુનિવર્સિટી ઓફ બાયલસ્ટોકના સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. એક રિપોર્ટ અનુસાર સંશોધકોનું કહેવું છે કે સંશોધનના પરિણામો મહામારી સામે લડવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, જીન્સના આધારે ડોકટરો એવા દર્દીઓને ઓળખી શકશે કે જેઓ કોરોનાના સૌથી વધુ જાેખમવાળા ક્ષેત્રમાં છે. પોલેન્ડમાં ૧૫૦૦ દર્દીઓ પર કરવામાં આવેલા સંશોધન બાદ આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સંશોધક માર્સીન મોનિઉઝ્કો કહે છે, “અમે એક એવું જિન શોધી કાઢ્યું છે જે સંર્ક્મણ પછી દર્દીની સ્થિતિને ગંભીર બનાવી શકે છે. પોલેન્ડમાં લગભગ ૧૪ ટકા લોકો આવા જિન ધરાવતા હોય છે. તે જ સમયે, ભારતમાં આવા જિન ધરાવતા ૨૭ ટકા લોકો છે. એટલે કે જાે આ લોકોને કોરોના થાય છે તો સ્થિતિ ગંભીર બની શકે છે. સંશોધક માર્સીન કહે છે કે, મૃત્યુના જાેખમને ઘટાડવા માટે દર્દીઓનો જેનેટિક ટેસ્ટ કરી શકાય છે. આનાથી જે રિપોર્ટ આવે છે તેના પરથી જાણી શકાય છે કે કયા દર્દીઓમાં તે ખાસ પ્રકારનું જીન છે. ઈન્ફેક્શન વધુ વધે તે પહેલા ખાસ કાળજી લઈને તે દર્દીને બચાવી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે જિન વય, લિંગ અને વજન પછી ચોથું એવું પરિબળ છે, જે કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી દર્દીની સ્થિતિ કેટલી ગંભીર બની શકે છે તે જાણી શકે છે. લગભગ દોઢ વર્ષની મહેનત બાદ તે ચોક્કસ પ્રકારના જિનની ઓળખ કરવામાં આવી છે સંશોધકોના મતે મધ્ય અને પૂર્વ યુરોપના લોકો રસીકરણને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાના કારણે વધતી જતી મોતની સંખ્યા પણ એક મોટું કારણ છે. સંશોધનના પરિણામોની મદદથી, ચોક્કસ જિન ધરાવતા લોકોને રસી આપીને અથવા સંર્ક્મણની સ્થિતિમાં વધારાની કાળજી રાખીને ગંભીર જાેખમો ઘટાડી શકાય છે.માત્ર દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. સંર્ક્મણના વધતા જતા કેસ વચ્ચે પોલેન્ડના વૈજ્ઞાનિકોનું સંશોધન ચોંકાવનારું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલાક લોકોમાં કોરોના સંક્રમણનું જાેખમ બમણા કરતા પણ વધારે છે. જાે તેમનામાં ચેપ લાગે છે, તો મૃત્યુનું જાેખમ પણ વધારે છે. આનું કારણ તેમનામાં હાજર એક ખાસ પ્રકારનું જીન છે. ખરેખર, પોલેન્ડના વૈજ્ઞાનિકોએ એક જિન શોધી કાઢ્યું છે જે સંર્ક્મણનું જાેખમ વધારે છે. જે વ્યક્તિમાં આ જિન છે તેમને સંર્ક્મણ પછી વધુ બીમાર થવાનું જાેખમ રહેલું છે. સંશોધનના પરિણામોથી ડોક્ટરોને શું ફાયદો થશે અને આ પરિણામો શું કહે છે, જાણો આ સવાલોના જવાબ.
