નવીદિલ્હી
ભારતમાં ઘઉંનું ઉત્પાદન છેલ્લી પાંચ સિઝનમાં વિક્રમજનક રહ્યું છે. યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે કાળા સમુદ્ર દ્વારા સપ્લાય થતા ઘઉંના પુરવઠાને ગંભીર અસર થઈ છે. આ સમસ્યા ભારત માટે એક મોટી તક તરીકે ઉભરી છે. વિશ્વની ઘઉંની નિકાસમાં એક ચતુર્થાંશ (૨૫ ટકા)કરતાં વધુ હિસ્સો રશિયા અને યુક્રેનનો છે. ભારતના સેન્ટ્રલ પૂલમાં ૨.૪૨ મિલિયન ટન અનાજ છે જે બફર અને વ્યૂહાત્મક જરૂરિયાતો કરતાં બમણું છે. રોયટર્સના અહેવાલ મુજબ ખરીદદારોની પૂછપરછમાં વધારો થયો છે. જાે ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના સપ્લાય ગેપને ભરે તો સરકારી અને ખાનગી પ્લેયર્સને ઘણો ફાયદો થશે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. ગયા વર્ષે ભારતે ૨૦ મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. જાેકે, પ્રતિકૂળ વૈશ્વિક ભાવને કારણે ઘઉંની નિકાસ પર ખરાબ અસર પડી છે. કાળો સમુદ્ર વિશ્વમાં ઘઉંનો સૌથી મોટો સ્ત્રોત છે. આ યુદ્ધના કારણે આ માર્ગથી નિકાસ પર અસર પડી છે. ઓલમ એગ્રો ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં આ માંગ ભારત તરફ વળી જશે. વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ એપ્રિલ-મે સુધી ચાલુ રહેશે. આગામી બે-ત્રણ મહિના ભારતની નિકાસની દૃષ્ટિએ મહત્ત્વના છે. ભારતે ૨૦૨૧માં ૬.૧૨ મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. વર્ષ ૨૦૨૦માં ભારતે ૧.૧૨ મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી. એવું માનવામાં આવે છે કે ભારત ૨૦૨૨ ના પ્રથમ છ મહિનામાં ૪ મિલિયન ટન નિકાસનો આંકડો પાર કરશે. જાે કાળા સમુદ્ર દ્વારા સપ્લાયને લાંબા ગાળે અસર થશે તો ઓસ્ટ્રેલિયાને પણ ઘણો ફાયદો થશે. પોતાના ઉપર હુમલા બાદ યુક્રેનની સેનાએ કાળા સમુદ્રમાંથી ઘઉંની વ્યાવસાયિક નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષોથી ઘઉંની નિકાસ માટે ભારતમાં મોટા ઓર્ડર આવી રહ્યા છે, જે લાંબા ગાળા માટે પણ છે. યુનિકોર્પ પ્રા.લિ.ના વેપારી રાજેશ પરિહારએ જણાવ્યું હતું કે હાલમાં ઘઉંની નિકાસનો દર ૩૦૫-૩૧૦ ડોલર પ્રતિ ટન છે. એવું માનવામાં આવે છે કે નવા ઓર્ડરના આગમન સાથે નિકાસ દર ૩૩૦ ડોલર પ્રતિ ટન સુધી પહોંચી જશે. બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે ેંછઈ મુખ્યત્વે ભારતમાંથી ઘઉંની આયાત કરે છે. એવું માનવામાં આવે છે કે યુક્રેન સંકટને કારણે લેબનોન સહિતના દેશ પણ પણ ભારતમાંથી આયાત કરી શકે છે રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર છે જે આંતરરાષ્ટ્રીય નિકાસમાં ૧૮% થી વધુ હિસ્સો ધરાવે છે. ૨૦૧૯ માં રશિયા અને યુક્રેન સાથે મળીને વિશ્વના ઘઉંના એક ક્વાર્ટર કરતાં વધુ (૨૫.૪ ટકા) નિકાસ કરી હતી. તેમણે કહ્યું કે ઇજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશે રશિયા પાસેથી અડધાથી વધુ ઘઉં ખરીદ્યા છે.


