રાજકોટ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર ખાતેથી મહિલાને દેશી બનાવટની પિસ્ટલ સાથે પકડી પાડતી LCB ઝોન-૨
રાજકોટમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એસ.વી.ચુડાસમા તથા એલ.સી.બી. ઝોન-૨ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન એસ.વી.ચુડાસમા ને ખાનગીરાહે મળેલ હકિકત કે સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના વાડી વાળા કવાર્ટર નં.૬૨૯ ખાતે રહેતી રૂકશાનાબેન એજાઝભાઇ સુમરા એ પોતાના રહેણાંક કવાર્ટર ખાતે ગેરકાયદેસર આર્મ્સ હથીયાર રાખેલ છે. તેવી ચૌકકસ હકિકત મળતા મહિલા પોલીસ તથા પંચો સાથે કવાર્ટર ખાતે રેઇડ કરતા રૂકશાનાબેન એજાઝભાઇ હબીબભાઇ સુમરા ના રહેણાંક મકાન ખાતેથી દેશી બનાવટની પિસ્ટલ તથા બે કાર્ટીસ મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રૂકશાનાબેન એજાઝભાઇ હબીબભાઇ સુમરા ઉ.૩૪ રહે.સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના વાડી વાળા કવાર્ટર નં.૬૨૯ રાજકોટ. દેશી બનાવટ ની પિસ્ટલ 2-કાર્ટીસ કિ.20,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

