Gujarat

રાજકોટ પરસાણાનગર રેફયુજી કોલોની ખાતેથી વિદેશીદારૂની બિયર પકડી પાડતી LCB ઝોન-૨

રાજકોટ પરસાણાનગર રેફયુજી કોલોની ખાતેથી વિદેશીદારૂની બિયર પકડી પાડતી LCB ઝોન-૨

રાજકોટમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એસ.વી.ચુડાસમા તથા એલ.સી.બી. ઝોન-૨ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. ખાનગીરાહે મળેલ હકિકત કે, હોસ્પીટલ ચોક તરફથી જામટાવર ચોક તરફ એક સફેદ કલરની વરના ગાડી નં.GJ-03-KP-6120 જેમા અગાઉ દારૂના કેશોમાં પકડાયેલ નિતીન ઉર્ફે ગઠ્ઠો દેવજીભાઇ પરમાર તથા પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિંદભાઇ સોલંકી નાઓ વરના ગાડીમા ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો રાખી હેરફેર કરે છે. તપાસ દરમ્યાન પરસાણાનગર મેઇન રોડ રેફયુજી કોલોની શંકર ફલોર મિલ પાસેથી હકિકત વાળી ગાડી મળી આવતા ગોડફાધર ધ લેજેન્ડરી કલાસીક સ્ટ્રોંગ બ્રાન્ડના બિયરના ટીનો નંગ-૧૯૨ કુલ કિ.7,33,600 નો મુદ્દામાલ મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260719-WA0022.jpg